રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ પર રોકડ ઈનામની જાહેરાત કરનાર કરણી સેના પ્રમુખ રાજ શેખાવતે ફરી એક વખત મોટી જાહેરાત કરી છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. લોરેન્સ બિશ્નોઈ પર ઈનામની જાહેરાત કયર્િ બાદ હવે તેણે અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા સહિતના ઘણા ગેંગસ્ટરો પર ઈનામની જાહેરાત કરી છે.
રાજ શેખાવતે પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું છે કે, ’આતંકવાદીઓ અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા, સંપત નેહરા અને વીરેન્દ્ર ચરણનો ખાત્મો બોલાવી દેનારને રોકડ ઈનામ આપવામાં આવશે . અમે આજે પણ આતંકવાદી લોરેન્સ માટે ઈનામની રકમ પર અડગ છીએ અને ભવિષ્યમાં પણ તેમ કરતા રહીશું. હવે વારો છે આતંકવાદી ગેંગના આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપ્નાર અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા, સંપત નેહરા અને વીરેન્દ્ર ચારણનો.
રાજ શેખાવતે વધુમાં કહ્યું કે, ’અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ અને કાવતરાખોરોને ખતમ કરવામાં આવશે. અગાઉ તેમણે જાહેરાત કરી હતી કે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો જે પણ પોલીસકર્મી એન્કાઉન્ટર કરશે તેને 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્ર્નોઈ ગેંગે લીધી
નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રામાં તેમના પુત્ર જીશાનની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. ગેંગનું કહેવું છે કે અભિનેતા સલમાન ખાન સાથેના ગાઢ સંબંધોના કારણે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કોન્ટ્રાક્ટ લેનાર અને હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા શિવાનીને પોલીસે બહરાઈચથી ધરપકડ કરી છે, પરંતુ શિવા સરહદ પાર કરે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો હતો. હત્યામાં સંડોવાયેલા તેના બે સાથીઓની ધરપકડ થઈ ચૂકી છે. શિવકુમારની સાથે પોલીસે વધુ ચાર લોકોની ધરપકડ કરી છે, જેમના નામ અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેશેન્દ્ર પ્રતાપ સિંહ છે. ચારેય પર શિવકુમારને આશ્રય આપવા અને નેપાળ ભાગી છૂટવામાં મદદ કરવાનો આરોપ છે. હાલ પોલીસ આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech