રાજકોટ શહેરમાં આજે બપોરે ભાદરવી મેઘસવારી વરસી હતી અને દોઢ કલાકમાં દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું. બપોરે દોઢ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને ત્રણ વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ ૫૩ ઈંચ થયો છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૩૭ મીમી, ઈસ્ટ ઝોનમાં ૩૧ મીમી અને વેસ્ટ ઝોનમાં ૧૮ મીમી પાણી વરસ્યું હતું. ભારે વરસાદ બાદ હવે વરસાદી પાણી જમીનમાં ઉતરતું ન હોય સામાન્ય વરસાદ વરસે તો પણ ચોમેર પાણી–પાણી થઈ જાય છે.
ફકત દોઢ ઈંચ વરસાદમાં યાજ્ઞીક રોડ સહિતના મુખ્ય માર્ગેા ઉપર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે શહેરમાં ડ્રેનેજ ચોકઅપ થવાની, ડે્રનેજ ઓવરફલો થવાની અને ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જવાની ચાર હજારથી વધુ ફરિયાદો નોંધાઈ છે. જેમાં મોટાભાગની અણઉકેલ છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ન્યારી–૧ ડેમમાં રાત્રે વધુ પોણો ફત્પટ પાણી આવતા બે દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે. આજી–૧, ન્યારી–૧, ભાદર–૧ અને લાલપરી તળાવ સહિત રાજકોટના ચારેય જળાશયો સતત ઓવરફલો થઈ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech