બાંગ્લાદેશમાં કામ કરતા અને રહેતા ભારતીયો સોમવારે ઘરે બેસી સમાચાર સાંભળતા રહ્યા હતા. યારે ઢાકાની શેરીઓમાં જાહેરમાં જનઆંદોલનના કારણે અરાજકતામાં ફેલાઈ ગઈ. તેઓ જાણતા હતા વિદ્રોહ થઈ રહ્યો છે પણ એ અપેક્ષા ન્હોતી કે તે આવી રીતે સામે આવશે. ૮૦ વર્ષિય કનિકા બેનર્જી ગત શનિવારના પોતાના દિકરા અનિંદો પાસે રહેવા માટે બાંગ્લાદેશ પહોંચી હતી. તેમને એ ખબર ન હતી કે, ૭૨ કલાકથી પણ ઓછા સમયમાં દેશ રાજકીય અને સામાજીક ઉથલ–પાથલની ચપેટમાં આવી જશે. તેમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે, હત્પં ઘરના નોકરો સાથે વાતચીત કરી રહી છુ અને તેમની સમસ્યાથી વાકેફ છું. હત્પં સમાચાર પર પણ નજર રાખી રહી છું. બાંગ્લાદેશના વડાપ્રધાનના સત્તાવાર આવાસ ગણભવનની ઘેરાબંધીએ મને આશ્વર્યચકિત કરી દીધી. મને આશા છે કે, ટૂંક સમયમાં શાંતિનો માહોલ બની જશે અને અમે સામાન્ય જીવનમાં ફરી પરત ફરશું.
ઓટીટી પ્લેટફોર્મના કંટેન્ટ હેડ અનિંદોએ કહ્યું કે, તેમના બાંગ્લાદેશી મિત્રોએ પણ પહેલા આવું કાંઈ જોયું નથી. તેમણે કહ્યું કે, અંતિમ વખત બાંગ્લાદેશમાં આ પ્રકારનો વિસ્ફોટ ૧૯૭૧માં થયો હતો. એક વખત શાંતિ ફેલાઈ તે બાદ હત્પં મારા અનુભવ અંગે લખવાનો વિચાર કરીશ.
ઢાકામાં ભારતીય ઉચ્ચાયોગના અધિકારીએ જણાવ્યું કે, સવારથી ફોનની ઘંટી વાગતી રહી, કામ અને પર્યટક વિઝા પર આવેલા કેટલાક લોકો પૂછી રહ્યા હતા કે, તેમને નિકાળવામાં આવી શકે છે. હાલ અમે માત્ર એ સલાહ આપી રહ્યા છીએ કે જે કોઈ ફોન કરે તેઓ ઘરની અંદર જ રહે.
અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય વિઝા અરજી કેન્દ્ર આખો દિવસ બધં રહ્યું. ઢાકામાં રહેતા કોલકત્તાના સાકી બેનર્જી કેટલાક ભારતીયોમાંથી એક છે જે ફરી સ્થિતિ સામાન્ય થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મારા કેટલાક મિત્રો વિરોધ પ્રદર્શનનો ભાગ હતા. પરંતુ આટલા મોત જોતા તેઓ બધા થાકી ચૂકયા છે.
કોલકત્તાના સાલ્ટ લેકના એન્જિનિયર સુમતં સારથી દાસ જે ૩૬ ભારતીય સહકર્મીઓની સાથે બાંગ્લાદેશમાં એક પરિયોજના પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો સ્થિતિમાં સુધાર નહીં થાય તે તેઓ પોતાની કંપની પાસેથી કોઈ સંભવિત નિકાસી પ્રયાસો અંગે સૂચનાની રાહ જોઈ રહ્યા છે. બાંગ્લાદેશની રાજધાનીને ફોન પર તેમને કહ્યું કે, અમે બધા હાલ અહીં રહીએ છીએ. સદનસીબે, અમારા વિસ્તારમાં અત્યાર સુધી કોઈ અપ્રિય ઘટના બની નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech