ભાવનગરના બાપા સીતારામ પરિવાર દ્વારા માતા-પિતા વિહોણી ક્ધયાઓ માટે સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન અધેવાડા નજીકના ઝાંઝરીયા હનુમાનજી મંદિર ખાતે તા.૧૮-૦૫ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં માતા-પિતા વિહોણી ૯ ક્ધયાઓએ નવજીવનમાં ડગ માંડ્યા હતા.
બાપા સીતારામ પરિવાર, ભાવનગર તથા બજરંગદાસબાપા જન્મસ્થળ ઝાંઝરીયા હનુમાનજી ટ્રસ્ટ અધેવાડા, ભાવનગર. આયોજિત સમૂહ લગ્નમાં જોડાનાર તમામ ૯ ક્ધયાઓને દાતાઓના સહયોગથી કરિયાવર આપવામાં આવ્યો હતો. ઝાંઝરીયા હનુમાનજી દાદા મંદિર, અધેવાડાખાતે યોજાયેલા સમૂહલગ્નમાં સંતો-મહંતો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ દાતાઓ સહિતનાઓએ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.
સંત શિરોમણી બજરંગદાસ બાપા તથા ઝાંઝરીયા હનુમાનજી મહારાજની બાપા સીતારામ પરિવાર ભાવનગર તથા ઝાંઝરીયા ટ્રસ્ટના સહયોગથી આયોજીત દ્વિતીય સર્વ જ્ઞાતિ સમુહ લગ્નને સફળ બનાવવા બાપા સીતારામ પરિવાર, ભાવનગર અને ઝાંઝરીયા ટ્રસ્ટ દ્વારા ભારે જહેમત ઉઠવાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech