વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેન મુલાકાત પર રશિયા અને અમેરિકા સહિત સમગ્ર વિશ્વની નજર હતી. તેમની મુલાકાત એવા સમયે થઈ છે, યારે યુક્રેન આંતરરાષ્ટ્ર્રીય સરહદ પાર કરીને કુસ્ર્કમાં રશિયન વિસ્તારો પર કબજો જમાવી ચૂકયો છે. આ સાથે રશિયા–યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. જો કે, પીએમ મોદીની મુલાકાતથી ઘણી અપેક્ષાઓ છે. પીએમ મોદીના યુક્રેન પ્રવાસને લઈને યુએસ વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાનની યુક્રેનની મુલાકાત સંઘર્ષને સમા કરવામાં મદદપ સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, પીએમ મોદી શુક્રવારે ટ્રેન દ્રારા યુક્રેન પહોંચ્યા હતા. ૧૯૯૨માં બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય સંબંધોની સ્થાપના બાદ યુક્રેનની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.
અમેરિકાના રાષ્ટ્ર્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોન કિર્બીએ કહ્યું કે, ભારત અમેરિકાનું મજબૂત ભાગીદાર છે. તેમણે કહ્યું કે, યુક્રેનમાં સંઘર્ષને સમા કરવાના પ્રયાસોમાં મદદ કરવા માટે તૈયાર કોઈપણ અન્ય દેશનું અમેરિકા સ્વાગત કરે છે. ઉપરાંત, કિવ શાંતિપૂર્ણ ઉકેલ માટે પણ યોગદાન આપી શકે છે.
જોન કિર્બીએ કહ્યું કે, યુક્રેન સંઘર્ષ પર કોઈપણ વાતચીત માટે કિવે ચર્ચાના ટેબલ પર આવવું પડશે. જો કોઈ અન્ય દેશ હોય જે યુક્રેનમાં યુદ્ધનો અતં લાવવામાં મદદ કરવા માટે તૈયાર હોય તો અમે તેનું સ્વાગત કરીએ છીએ. પરંતુ મદદપ થવાનો અર્થ એ છે કે તે દેશએ વાટાઘાટોમાં ભાગ લેવો પડશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની દ્રિપક્ષીય બેઠક દરમિયાન રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીને કહ્યું હતું કે, યુક્રેનમાં સંઘર્ષનો એકમાત્ર ઉકેલ વાતચીત છે. તેમણે કહ્યું કે, ભારત કયારેય તટસ્થ નથી રહ્યું, અમે હંમેશા શાંતિના પક્ષમાં રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, ભારત શાંતિ અને પ્રગતિના માર્ગમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભારત અને યુક્રેન વચ્ચે ચાર કરાર પર હસ્તાક્ષર પણ થયા હતા. યુક્રેનના રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, ભારત તેમના દેશ અને રશિયા વચ્ચેના યુદ્ધને સમા કરવા માટે વૈશ્વિક રાજદ્રારી પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. યુક્રેનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં દ્રિપક્ષીય વાટાઘાટો દરમિયાન ઝેલેન્સકીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું ત્યાર બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી. દ્રિપક્ષીય મંત્રણા બાદ ભારતીય મીડિયાને સંબોધતા ઝેલેન્સકીએ કહ્યું કે, મોદીની મુલાકાત ઐતિહાસિક છે. તેમણે કહ્યું કે, ભારતને યુક્રેનને સમર્થન આપવાની જર છે, અમેરિકા અને રશિયા વચ્ચે સંતુલન નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech