લોકસભાની આગાહી ચૂંટણીના અનુસંધાને ભાજપ હાઈ કમાન્ડે ગુજરાતના તમામ ૨૬ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. શનિવારે રાત્રે ભાજપે તેમની પાંચમી યાદી બહાર પાડી તેમાં કોઈ કલ્પના પણ ન કરી શકે તેવા ચાર નવા ચહેરાઓને ટિકિટ ફાળવીને સરપ્રાઈઝ આપી છે. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, સાંસદ નારણ કાછડીયાને પડતા મૂકવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ને રીપીટ કરાયા છે.
ભાજપે સુરેન્દ્રનગર માટે ચંદુભાઈ સિહોરા અમરેલીમાં ભરતભાઈ સુતરીયા વડોદરામાં ડોક્ટરે હેમાંગ જોશી સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા અને મહેસાણા બેઠક પર હરિભાઈ પટેલના નામની જાહેરાત કરી છે. વડોદરામાં રંજનબેન ભટ્ટના સ્થાને ડોક્ટર હેમાંગ જોશીને અને સાબરકાંઠામાં ભીખાજીના સ્થાને શોભનાબેન બારૈયા ને મૂકવામાં આવ્યા છે.
જૂનાગઢમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રીપીટ કરવામાં આવશે કે નહીં તે મામલે ઘણા સમય સુધી સસ્પેન્સ રહ્યા પછી આખરે તેને વધુ એક તક આપવામાં આવી છે. ડોક્ટર અતુલ ચગ આપઘાત પ્રકરણના કારણે ચુડાસમા બાબતે નિર્ણય લેવામાં ભારે વિલંબ થયો છે. આવી રીતે અમરેલીમાં વર્તમાન સાંસદ નારણ કાછડીયા ઘણા વિવાદમાં સપડાયા હોવાથી તેની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપે તેના સ્થાને નવા ચહેરા તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયાની પસંદગી કરી છે.
સુરેન્દ્રનગરમાં વર્તમાન કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ને ટિકિટ આપવામાં આવી નથી અને તેના સ્થાને ૨૦૧૭માં કોંગ્રેસ છોડીને ભાજપમાં એન્ટ્રી મેળવનાર હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કોળી સમાજના આગેવાન ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપવામાં આવી છે.
વડોદરામાં રંજનબેન ભટ્ટ સામેના વિરોધ પછી ભાજપે અહીં શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ડોક્ટર હેમાંગ જોશી ના નામની જાહેરાત કરી છે. સાબરકાંઠામાં અટકના મામલે ભીખુજી ઠાકોરનો ભોગ લેવાયા પછી તેની જગ્યાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના તમામ ૨૬ ઉમેદવાર
કચ્છ- વિનોદ ચાવડા
બનાસકાંઠા- રેખાબેન ચૌધરી
પાટણ- ભરતસિંહ ડાભી
મહેસાણા- હરીભાઈ પટેલ
સાબરકાંઠા- શોભનાબેન બારૈયા
ગાંધીનગર- અમિત શાહ
અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
અમદાવાદ પૂર્વ- હસમુખ પટેલ
સુરેન્દ્રનગર- ચંદુભાઈ શિહોરા
રાજકોટ- પરશોત્તમ રુપાલા
પોરબંદર- મનસુખ માંડવિયા
જામનગર- પૂનમ માડમ
જૂનાગઢ- રાજેશ ચુડાસમા
અમરેલી- ભરત સુતરિયા
ભાવનગર- નિમુબેન બાંભણિયા
આણંદ- મિતેશ પટેલ
ખેડા- દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ- જયદીપસિંહ પરમાર
દાહોદ- જશવંતસિંહ ભાભોર
વડોદરા- ડો.હેમાંગ જોશી
છોટા ઉદેપુર- જશુભાઈ રાઠવા
ભરૂચ- મનસુખ વસાવા
બારડોલી- પ્રભુ વસાવા
સુરત- મુકેશ દલાલ
નવસારી- સી.આર.પાટીલ
વલસાડ- ધવલ પટેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech