ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનએ તાજેતરમાં એક લગ્નમાં હાજરી આપી હતી. આ લગ્નમાં બન્નેએ ખુબ મોજ કરી હતી અને બંને ખુબ ઝૂમ્યા હતા. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તાજેતરમાં જ પિતરાઈ બહેન શ્લોકા શેટ્ટીના ભાઈના લગ્નમાં હાજરી આપી હતી. આ લગ્ન પુણેમાં થયા હતા. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને આ લગ્નના દરેક ફંક્શનનો આનંદ માણ્યો. તેમની સાથે તેમની પુત્રી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી. હવે લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને બંટી ઔર બબલીના સુપરહિટ ગીત કજરા રે પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
તેમની પુત્રીએ પણ ઐશ્વર્યા અને અભિષેક સાથે ડાન્સ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વીડિયોમાં ઐશ્વર્યા લીલા રંગના પોશાકમાં જોવા મળી હતી. સ્ટેજ પર પહોંચતાની સાથે જ ઐશ્વર્યાએ અભિષેકને ડાન્સ સ્ટેપ્સ વિશે સંકેત આપ્યો અને ત્યારબાદ બન્નેએ સાથે ડાન્સ કર્યો. અભિષેક બચ્ચન ગુલાબી કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળ્યો હતો. આરાધ્યાએ સફેદ રંગનો સુંદર લહેંગા પહેર્યો હતો. ઐશ્વર્યા અને અભિષેક નાચતા હતા ત્યારે તેમના સંબંધીઓએ તેમને ખૂબ જ ઉત્સાહિત કર્યા.
ગીત વિશે વાત કરીએ તો,આ ગીતનું સંગીત શંકર-એહસાન-લોય દ્વારા રચવામાં આવ્યું હતું. આ ગીતના શબ્દો ગુલઝારે લખ્યા હતા અને અલીશા ચિનાઈ, શંકર મહાદેવન અને જાવેદ અલીએ ગાયા હતા.ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન એપ્રિલ 2007 માં થયા હતા. તેમના લગ્ન ભવ્ય રીતે યોજાયા હતા. તેમના લગ્નના ફોટા આજે પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech