સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો ફળ્યા: આવતીકાલે વડાપ્રધાન દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા અપાશે લીલી ઝંડી: યાત્રિકોમાં આનંદની લાગણી
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચ, 2024ના રોજ સવારે 09:00 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તરણને લીલી ઝંડી દેખાડસે. લાંબા અંતરની કેટલીક ટ્રેનોને ઓખા-દ્વારકા સુધી લંબાવવા માટે આ વિસ્તારના સાંસદ પૂનમબેન માડમે રેલ્વે મંત્રીને રજૂઆત કરી હતી, જેને સફળતા મળી હતી, હવે કાલથી ઓખા-અમદાવાદ ભારત સુપર ફાસ્ટ એકસપ્રેસ દોડશે જેથી કૃષ્ણભક્તોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
ટ્રેન નંબર 09426 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસની શઆતની ઉદ્ઘાટન ની ટ્રીપ ને 12 માર્ચ, 2024ના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 13 માર્ચ, 2024થી શ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી 18:10 કલાકે ઉપડશે, દ્વારકા તે જ દિવસે 23.54 કલાકે પહોંચી ને 23.59 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:40 કલાકે ઓખા પહોંચશે.
તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ નું નિયમિત સંચાલન 14 માર્ચ, 2024 થી શ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 04.05 કલાકે દ્વારકા પહોંચી ને 04.10 કલાકે ઉપડશે અને 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્ચેના કોઈપણ સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં અથવા સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech