શાપર વેરાવળમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી તેની લાશ વીજ થાંભલે લટકાવી દીધી હતી. જે અંગે કોઈ રાહદારીનું ધ્યાન જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હત્યારા પ્રેમીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. ચારિત્ર પર શંકાને લઇ બંને વચ્ચે છેલ્લા ચાર દિવસથી માથાકૂટ ચાલતી હતી દરમિયાન શનિવારે રાત્રે ઝઘડો ઉગ્ર બનતા આરોપીએ પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ થાંભલે લટકાવી દીધી હતી. બનાવ અંગે પરિણીતાની માતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, શનિવારે રાત્રિના શાપર વેરાવળમાં આનદં લાઈનર્સ ગેટ પાસે ડિવાઇન મશીન પ્રા.લી નામના કારખાના નજીક વીજ થાંભલા પર મહિલાની લાશ લટકતી હોવાની અહીંથી પસાર થનાર રાહદારીને ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે તાકીદે અહીં પહોંચી લાશને નીચે ઉતારી પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી. પોલીસની તપાસમાં હત્યાનો ભોગ બનનાર મહિલાનું નામ જાગૃતીબેન સતિષભાઈ ગરસાણીયા(ઉ.વ ૨૧) હોવાનું માલુમ પડું હતું અને તે અહીં મયુર સીરવાડિયા નામના તેના પ્રેમી સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પ્રેમીએ જ તેની હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
બીજી તરફ આ હત્યા મામલે વંથલીના નવાગામમાં રહેતા અને ખેતમજુરી કરતા મધુબેન મનોજભાઈ ગોપાણી (ઉ.વ.૪પ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,તેના લ ર૪ વર્ષ પહેલાં જૂનાગઢના ભવનાથમાં રહેતાં રમેશ મેરામ મકવાણા સાથે થયા હતા. તેના થકી સંતાનમાં એક પુત્ર અને બે પુત્રીની પ્રાી થઈ હતી. જેમાંથી મોટો પુત્ર અજય દસેક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો. બીજા નંબરની પુત્રી જાગૃતીના લ ચાર વર્ષ પહેલા મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સતિષ ચંદુભાઈ ગરસાણીયા સાથે કર્યા હતા. સૌથી નાની પુત્રી કિરણ માનસિક રીતે અસ્થવસ્થ હોવાથી તેની સાથે રહે છે.ચાર વર્ષ પહેલાં પરણાવેલી તેની પુત્રી જાગૃતી (ઉ.વ.ર૧) તેની વાડીએ છૂટક મજુરીએ કામે આવતાં ઝીંઝુડાના મયુર ગીરધર સીરવાડીયા સાથે દોઢેક માસ પહેલાં ભાગી ગઈ હતી.
ત્યાર પછી તેની પુત્રી જાગૃતી સાથે ફોનમાં અવાર–નવાર વાતચીત થતી ત્યારે તે કહેતી કે તે મયુર સાથે શાપરના કારખાના વિસ્તારમાં રહે છે. એટલું જ નહીં મયુર તેને અવારનવાર તારે બીજા સાથે લફરા છે તેમ કહી હેરાન કરે છે.દરમિયાન ગઈકાલે તેની પુત્રી જાગૃતીની મયુરે હત્યા કરી નાંખ્યાની જાણ પોલીસ મારફત થઈ હતી. જેથી શાપર જઈ મયુર સામે પુત્રીની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.
મયુર શાપરમાં ભૂમિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એરીયા ૨ ક્રિએટિવ પ્રોડકટ નામના કારખાનામાં નોકરી કરતો હતો. કારખાનાની ઓરડીમાં જાગૃતી સાથે રહેતો હતો. તેના ચારિય બાબતે શંકા જતાં અવાર–નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા.છેલ્લા ચાર દિવસથી બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી.શનિવારે રાત્રે ડીવાઈન મશીન્સ નામના કારખાનાની બહાર ફરીથી બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા મયુરે, જાગૃતીને પથ્થરના બે ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ નજીકના થાંભલા સાથે લટકાડી દીધી હતી.
હત્યાના આ બનાવને શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.કે. ગોહિલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હત્યારા મયુર ગિરધર સિરવાડિયા(ઉ.વ ૨૩ રહે. હાલ શાપર, મૂળ ઝિંઝુડા તા.મેંદરડા) ને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech