શહેરનાં કોટેચા ચોક પાસે નો પાર્કિંગમાં પડેલી કાર લોક કરતાં કારચાલક અને તેની બહેને હેડ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. બાદમાં કારચાલકે હેડ કોન્સ્ટેબલને પાટું મારી તને સસ્પેન્ડ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી. આ અંગે હેડ કોન્સ્ટેબલની ફરિયાદ પરથી પોલીસે બંને સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે. પોલીસમેને પણ ફડાકો માયર્નિો વીડિયો વાઇરલ થતા હવે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું.
રાજકોટમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ લખનભાઈ રાજાભાઈ સુસરા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાપાસીતારામ ચોક, અવધ રેસીડેન્સીમાં મંત્ર અભિષેક ટેનામેન્ટમાં રહેતાં અભિષેક નટવરલાલ ઝાટકીયા અને તેની બહેન દિક્ષાનું નામ આપ્યું છે.
હેડ કોન્સ્ટેબલ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજરોજ સવારનાં તેઓ નો પાર્કિંગમાં તેમજ ટ્રાફિકમાં અડચણરૂપ વાહનોને લોક મારવાની અને ટોઈંગ કરવાની કામગીરીમાં હતા દરમિયાન સવા બાર વાગ્યા આસપાસ નિર્મલા રોડ પર કોટેચા ચોક પાસે સપ્ના સોડા સામેના રોડ તરફ અમેઝ કાર નંબર જી.જે.3 એચ.એ.4969 સર્કલનાં કોર્નર પાસે ટ્રાફિકને અડચણરૂપ પડી હોય તેથી તેને લોક માર્યો હતો અને તેની પાસે પાર્ક કરેલ અન્ય ગાડીઓને લોક કરી હતી અને દંડની વસુલાત કરતા હતા તે સમયે કારચાલક તેમની પાસે આવી કહેવા લાગ્યો હતો કે તે મારી ગાડીને લોક માર્યો છે તું મને ઓળખતો નથી. મારું નામ અભિષેક ઝાટકીયા છે તારાથી મારી ગાડીને લોક મરાતો જ નથી. જેથી હેડ કોન્સ્ટેબલે કહ્યું હતું કે, તમારી ગાડી સર્કલનાં કોર્નર પાસે નો પાર્કિંગમાં હતા જેથી લોક માર્યો છે, દંડ ભરી જતાં રહો. આ સાંભળી અભિષેક તથા તેની બહેન દિક્ષા ઉશ્કેરાયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા.
અભિષેકે હેડ કોન્સ્ટેબલને કહ્યું હતું કે, તું કેમ નોકરી કરશ તે હું જોઈ લવ છું તેમ કહી પાટું માર્યું હતું અને ગાળાગાળી કરી ધમકી આપી હતી કે તને સસ્પેન્ડ કરાવી દઈશ.
જેથી હેડ કોન્સ્ટેબલે કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. થોડીવારમાં પીસીઆર વાન આવ્યા હતા આ બંને ભાઈ-બહેનને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. બાદમાં હેડ કોન્સ્ટેબલે આ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બંને સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech