શાપર–વેરાવળમાં સર્વેાદય સોસાયટી ગોવિંદનગરમાં રહેતા પ્રેમજી ડાભી નામના શખસે પત્નીની હત્યા કરીને અભ્યાસાર્થે ગયેલા પુત્રને ફોન કરીને જાણ કરી કે મે તારી મમ્મીને પતાવી દીધી ચે તું ઘરે જાજે. પિતાનો ફોન વાત સાંભળતા જ હેબતાયેલા યુવકે ભાઈને ઘરે દોડાવ્યાની સાથે જ ઘરમાં બહાર તાળુ લટકતું હતું દરવાજો તોડી અંદર જતાં મહિલાનો લોહીથી લથબથ દેહ પડયો હતો. શાપર–વેરાવળ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની દરપકડની તજવીજ હાથ ધરી છે. બનાવની પોલીસ ફરિયાદની વિગતો મુજબ ગઈકાલે સવારે બાબુ પરમાર ઉ.વ.૨૩ નામનો યુવક શાપર ઘરેથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે આવવા નીકળ્યો હતો. બાબુ ઘરેથી નીકળ્યા બાદ સાંજ સુધી ઘરે પરત ફર્યેા ન હતો. સાંજે સવા છ વાગ્યા બાદ બાબુને તેના પિતા પ્રેમજી પરમારનો ફોન આવ્યો કે મે તારી મમ્મી કમળાબેનને પતાવી દીધેલી છે ઘરે જા, બચે કે ન બચે, તમારાથી થાય તે કરી લેજો કહીં ફોન કટ કરી નાખ્યો હતો. યુવક રાજકોટ હોવાથી તેણે તુરત જ તેના ભાઈ કિરણને ફોન કરીને વાત કરી હતી. ત્યારબાદ પિતાને બારેક વખત ફોન કર્યા હતા પિતાએ ફોન રિસિલ કર્યા ન હતા. બાદમાં વધુ એક ફોન કરતા રિસિવ કર્યેા હતો અને કહ્યું કે મે તારી મમ્મીને પતાવી દીધી છે. હવે મને ફોન કરતો નહીં કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ બાબુએ ભાઈ કિરણને ફોન કરતા કિરણ તેના મિત્ર અર્જુન પટેલ સાથે ઘરે દોડી ગયો હતો. ઘરનો દરવાજો તાળુ લગાવેલો બધં હતો. કિરણે દરવાજો તોડી અંદર જતાં જ ઘરમાં પલગં પર લોહિયાળ હાલતમાં માતા બેશુધ્ધ પડેલી હતી. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જયાં તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.
યુવક બાબુએ પિતા પ્રેમજી સામે નોંધાવેલી હત્યાના આરોપસરની ફરિયાદમાં માતા તથા પિતાને ઘર કંકાસ, બન્ને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. જેમાં પિતાએ કોઈ હથિયારના ઘા ઝીંકી માતા કમળાબેનની હત્યા નિપજાવી નાસી છૂટયા છે.
શાપર–વેરાવળ પોલીસે બાબુની ફરિયાદ આધારે આરોપી પ્રેમજી ગોવિંદભાઈ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના વઢવાણના ભદ્રેશી ગામના વતની પરમાર પરિવાર શાપર–વેરાવળમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech