હરિયાણામાં કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એવા અહેવાલો છે કે આરોપીએ ગુનો કબૂલી લીધો છે અને દાવો કર્યો છે કે શારીરિક સંબંધો બાંધ્યા પછી તેને વીડિયો દ્વારા બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. જોકે, પોલીસે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. શનિવારે રોહતકમાં એક સુટકેસમાંથી હિમાનીનો મૃતદેહ મળી આવ્યો હતો.
અત્યાર સુધીની પૂછપરછમાં સચિને આ હત્યા અંગે ઘણા સનસનાટીભર્યા દાવા કર્યા છે. તેણે પોલીસને જણાવ્યું કે તે અને હિમાની એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા દ્વારા મિત્ર બન્યા હતા. આ પછી હિમાનીએ સચિનને ઘરે બોલાવ્યો. બંનેએ શારીરિક સંબંધ બાંધ્યો અને હિમાનીએ વીડિયો બનાવી લીધો. આ વીડિયોના આધારે તેણીએ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું. તેણીએ તેની પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા અને વધુ પૈસા માંગવા લાગી, તેથી કંટાળીને તેણે હિમાનીની હત્યા કરી નાખી.
યુપીના બહાદુરગઢનો રહેવાસી સચિન કનૌદા ગામમાં મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવે છે. સચિન પરિણીત છે અને તેને બે બાળકો છે. એક વર્ષ પહેલા તેની હિમાની સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ હતી. એ પછી હિમાનીએ સચિનને ઘરે બોલાવ્યો. બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો. હિમાનીએ તેમના સંબંધોનો વીડિયો બનાવ્યો અને પછી બ્લેકમેઇલિંગનો સિલસિલો શરૂ થયો.
આરોપી સચિને જણાવ્યું કે તેણે હિમાનીને ત્રણ લાખ રૂપિયાથી વધુ આપ્યા હતા પરંતુ તે વધુ પૈસાની માંગ કરી રહી હતી. 2 માર્ચે હિમાનીએ સચિનને તેના ઘરે બોલાવ્યો હતો. હિમાની સચિન પાસેથી પૈસા માંગી રહી હતી સચિને તેને ઘણી સમજાવવાનો પ્રયાસ કર્યો પણ હિમાની સંમત ન થઈ. આના પર તેણે મોબાઇલ ચાર્જરના વાયરથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી તે મૃતદેહને ઘરમાં છોડીને બહાદુરગઢના કનૌદા ગામમાં તેની દુકાને ગયો.
હિમાનીનો મૃતદેહ ફેંકવા માટે સચિન ફરીથી હિમાનીના ઘરે આવ્યો અને મૃતદેહને સુટકેસમાં ભરીને લઈ ગયો. તેણે કહ્યું હું પહેલા રિક્ષામાં સુટકેસ લઈને ગયો અને પછી બસમાં સાંપલા સ્ટેન્ડ ગયો. ત્યાં તેણે સૂટકેસ ફેંકી દીધી અને ભાગી ગયો. જ્યારે પસાર થતા લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોલીસને જાણ કરી. એ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સૂટકેસ ખોલીને કોંગ્રેસ નેતા હિમાની નરવાલનો મૃતદેહ મળ્યો. હિમાની હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં હત્યા કેસ સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech