રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના વધુ એક ઇજનેર સામે એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ સમગ્ર કચેરીમાં ફરી ફફડાટ ફેલાઈ ગયો છે.દરમિયાન આજે સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલી ટાઉન પ્લાનિંગ ઓફિસરની ચેમ્બર તેમજ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં અધિકારીઓ અને ઇજનેરો તો દૂર અરજદારો પણ જોવા મળ્યા ન હતા.એકંદરે સમગ્ર કચેરી ખાલીખમ જોવા મળી હતી.
રાજકોટ મનપાના તત્કાલીન આસીટન્ટ ટાઉન પ્લાનર અને હાલમાં બાંધકામ શખામાં ઇજનેર તરીક ફરજ બજાવનાર અજય વેગડ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. તત્કાલિન આસી. ટાઉન પ્લાનર પાસે આવક કરતા ૩૮.૭૬ ટકા વધુ રૂ.૭૫.૨૧ લાખની સંપત્તિ મળી આવી હતી.જેથી તેની સામે કાર્યવાહી કરાઇ હતી.
રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આજે અધિકારીઓ અને કર્મચારીઓમાં એક જ ચર્ચા થતી જોવા મળી હતી કે હવે એન્ટીકરપ્શન બ્યુરોની ઝપટે કોણ ચડશે ? હવે કોનો વારો આવશે ? રાજકોટ શહેરમાં હાલ ધોમ ધખતા તાપ વચ્ચે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચી ગયું છે, જોકે મહાપાલિકા કચેરીમાં તો આકાશમાંથી વરસતા અંગારાના બદલે એસીબીનો તાપ વધુ દઝાડી રહ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech