લોહીયાળ હોળી: ચારને ઇજા : વાળના પ્રસંગમાં જમવા ન જવાનો ખાર કારણભુત: સામસામી પોલીસ ફરીયાદ
જામનગરના મોરકંડા ધારમાં હોળીની રાત્રે ખુની ખેલ ખેલાયો હતો રબારીના બે જુથ વચ્ચે વાળના પ્રસંગમાં જમવા નહીં જવા બાબતનો ખાર રાખીને હથિયારો ઉડયા હતા જેમાં એક રબારી યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હતું અને બંને પક્ષે બે બે મળી કુલ ચારને ઇજા પહોચી હતી. આ મામલે બંને જુથ દ્વારા સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા આરોપીઓની અટકાયત કરવા ચક્ર ગતીમાન કરવામાં આવ્યા છે.
જામનગરના મોરકંડા ધાર પેટ્રોલપંપની પાછળ રહેતા અરજણભાઇ સુધાભાઇ હુણ (ઉ.વ.30) નામના રબારી યુવાનએ પંચ-બીમાં અહીં મોરકંડા ધાર ખાતે રહેતા મુકેશ ભુરા હુણ, દેવા ભુરા હુણ, ભરત ભુરા હુણ, ભુરા લખમણ હુણ અને જામનગરના વેજા કાના હુણ તથા દેવરાજ નાથા હુણ આ છ શખ્સોની વિરુઘ્ધ બીએનએસ 189(2), 189(4), 191(2), 191(3), 190, 115(2), 109(1), 103(1) તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી અરજણભાઇના લતામાં હોળીના તહેવારમાં વાળનો પ્રસંગ હોય જેથી અલગ અલગ બે જગ્યાએ જમણવાર હતા, ફરીયાદી તથા તેના ભાઇ આરોપી મુકેશ હુણને ત્યાં જમવા ગયેલ ન હોય જેથી આ બાબતનું મનમાં રાખીને પ્રથમ મના ઉર્ફે મુન્નાભાઇ (ઉ.વ.25)ની સાથે અપશબ્દો બોલી ઝાપટ ઝીંકી દીધી હતી ત્યારબાદ આ વાતનું મનમાં રાખીને ઉપરોકત તમામ આરોપીઓ ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને ફરીયાદીના ઘરે ઘસી આવ્યા હતા.
આરોપીઓએ ફળીયામાં જઇને ત્યા પડેલા લાકડાનો કડકો ઉપાડી મુન્નાભાઇના માથામાં એક ઘા ઝીંકી ગંભીર ઇજા પહોચાડી હતી આથી યુવાન ત્યાં જ નીચે પડી ગયો હતો આરોપીઓએ તેના પર લાકડીઓ વડે આડેધડ લાકડીઓ વીંઝી હતી અને મોત નિપજાવ્યુ હતું. તથા અરજણભાઇ અને દેવરાજભાઇ આ વેળાએ છોડાવવા માટે વચ્ચે પડતા આરોપીઓએ દેવરાજને માથા અને શરીરના ભાગે લાકડીઓના ઘા ઝીંકી દીધા હતા અને ગંભીર ઇજા પહોચાડી હતી દરમ્યાન ભારે દેકારો બોલી ગયો હતો 108ને જાણ કરવામાં આવી હતી. ત્રણેય યુવાનોને જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જયાં મુન્નાભાઇનું મોત થયાનું જાહેર કરાયુ હતું અને અન્ય યુવાનને સારવારમાં ખસેડાયા હતા.
સામા પક્ષે મોરકંડા ધાર મોમાઇનગર વિસ્તારમાં રહેતા મુકેશ ભુરાભાઇ હુણ (ઉ.વ.29)એ પંચ-બીમાં વળતી ફરીયાદ મોરકંડા ધાર ખાતે રહેતા દેવા સુધા હુણ, અરજણ સુધા હુણ, મના ઉર્ફે મુન્ના સુધા હુણની વિરુઘ્ધ નોંધાવી હતી.
જેમા જણાવ્યુ હતું કે ફરીયાદીના ભાઇ દેવાભાઇના દિકરા વંશનો હોળીના તહેવારમાં વાળનો પ્રસંગ હોય જે પ્રસંગ નિમીતે ફરીયાદીના ઘરે જમણવાર રાખ્યો હતો જેમાં મન્નાની પત્ની કવિબેન ફરીયાદીના ઘરે જમણવારમાં ગયેલ હોય અને મન્નાભાઇ તેમના દીકરાને લઇને ફરીયાદીના ઘરે તેની પત્ની કવીબેનને ઘરે આવવા બોલાવવા માટે ગયા હતા ત્યારે મન્ના અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી.
ફરીયાદી વચ્ચે પડતા મન્નાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને બોલાચાલી ઝપાઝપી થઇ હતી ત્યાર બાદ ઘરે ચાલ્યા ગયા હતા અને રાત્રીના 11-30ના સુમારે ફરીયાદી તેમના બંને ભાઇઓ આ બાબતે સમાધાન કરવા આરોપીઓના ઘરે જતા ત્રણેય શખ્સોએ લાકડી વડે મુકેશભાઇને કાંડા અને માથામાં માર માર્યો હતો. આ વખતે ફરીયાદીને છોડાવવા બંને ભાઇઓ વચ્ચે આવતા તેમને લાકડી અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.
બંને પક્ષની ફરીયાદના આધારે પંચ-બીના પીએસઆઇ વી.જે. રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. હોળીની રાત્રે રબારી જુથ વચ્ચે ધીંગાણુ થતા અને આ ધીંગાણામાં એક યુવાનની લોથ ઢાળી દેવામાં આવતા ભારે અરેરાટી વચ્ચે ચકચાર મચી જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં ભીષણ વાવાઝોડાએ તબાહી મચાવી, 32 લોકોના મોત
March 16, 2025 09:52 AM'ભૂત બંગલા'માં અક્ષય કુમાર સાથે ધૂમ મચાવશે આ સ્ટાર, નિર્માતાઓએ તેના જન્મદિવસ પર આપ્યું સરપ્રાઇઝ
March 16, 2025 09:43 AMટ્રમ્પના આદેશ પર, યુએસ સેનાએ હુથી બળવાખોરો પર કર્યા હુમલા, 24 ના મોત અને 9 ઘાયલ
March 16, 2025 09:34 AMપાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, રિયાસી હુમલાનો માસ્ટરમાઇન્ડ અબુ કતલ ઠાર
March 16, 2025 09:25 AMઅંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, ત્રણ બાળકોના મોત, બેની શોધખોળ ચાલુ
March 15, 2025 11:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech