પોરબંદરમાં ટી.વી.માં શોર્ટસર્કિટ થતા લાગેલી આગમાં ઘરવખરી થઇ ગઇ રાખ

  • May 23, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના મીલપરા વિસ્તારમાં ટી.વી.માં શોર્ટસર્કિટ થતા લાગેલી આગને કારણે ઘરવખરી રાખ થઇ ગઇ હતી. જો કે જાનહાની ટળતા રાહતનો શ્ર્વાસ લેવાયો હતો.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના મીલપરાની શેરી નં-૨માં રહેતા ધીરજ લખમણ ગોહિલના મકાનમાં આગનો બનાવ બન્યો હતો જેમાં સાંજના સમયે ટી.વી.માં અચાનક શોર્ટસર્કીટ થતા આગ ફેલાઇ ગઇ હતી અને ગાદલા-ગોદળા સહિત ઘરવખરી સળગવા લાગતા પોરબંદર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગની ટીમ તાત્કાલિક ફાયરફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પાણીનો એકધારો મારો ચલાવીને આગને ક્ધટ્રોલમાં કરી હતી.જો કે આગના આ બનાવમાં મોટાભાગની ઘરવખરી સળગીને નાશ પામી હતી.  પરંતુ સદ્નસીબે કોઇને ઇજા કે જાનહાની થયા નથી તેથી રાહતનો શ્ર્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application