ખારવા સમાજના વિદ્યાર્થીઓને રાહતદરે અપાઇ નોટબુક

  • May 23, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા તેમના સમાજના વિદ્યાર્થીઓને રાહતદરે નોટબુક આપવામાં આવી હતી.પચ્ચીસ હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું
શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ખારવા સમાજ પંચાયત મંદિર (મઢી) ખાતેથી વિધાર્થીઓ માટે રાહતદરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક અભિયાનના આ કાર્યક્રમના મુખ્ય દાતાઓ સ્વ. હિરાલાલભાઈ શિયાળ,રણછોડભાઈ શિયાળ ડાયમંડ ટ્રાન્સપોર્ટ, પવનભાઈ શિયાળ, રાજુભાઈ લોઢારી, ચેતનભાઈ પોસ્તરીયા જે.જે. ટ્રાન્સપોર્ટ, રાજકુમાર મરીન પ્રોડકટસ એલ.એલ.પી., ફાઈબર ગૃપ ઓફ પોરબંદર-હિતેષભાઈ ખોરાવા એન્ડ ગ્રુપ,  કેતન વિજય ગોહેલ વિજય નેટ, નરેન્દ્રભાઈ વાંદરીયા વિરાટ એન્ટરપ્રાઈસ, હેમંતભાઈ માધવજીભાઈ બરીદુન પરિવાર, વિશ્વાસ ગ્રુપ ઓફ પોરબંદર છે. પ્રમુખ-વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ, તથા પંચપટેલ-ટ્રસ્ટીઓ અને દાતાઓ તથા રત્નાકર શિક્ષણ સમિતીના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ તથા રત્નાકર સ્કુલના શિક્ષકગણોના શુભ હસ્તે આજે વિધાર્થીઓને પચ્ચીસ હજાર નંગ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો. ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે.જેમા દર વર્ષે રાહતદરે નોટબુક વિતરણ, રાહતદરે ધો- ૮ થી કોલેજ સુધીના પાઠયપુસ્તકો, શૈક્ષણિક માર્ગદર્શન માટેના સેમીનારો, કેરીયર માટેના સેમીનાર, વિધાર્થીઓને વ્યાજ વગરની એજયુકેશન લોન, તેજસ્વી તારલાઓનુ સન્માન, જેવી અનેકવિધ શૈક્ષણિક અભિયાનની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application