ભકિનગર સ્ટેશન પ્લોટ પાસે ગાદલના ગોડાઉનમાં કામ કરનાર યુવાનને સાથે કામ કરતા શખસે ઝઘડો કરી ઢીકાપાટાનો મારમારી માથામાં ધારદાર હથિયારનો ઘા મારી દેતા યુવાનને ઇજા પહોંચી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કણકોટ મેઇન રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ વીર હનુમાન ટાઉનશીપમાં રહેતા કરણ અશોકભાઇ લોધા(ઉ.વ ૨૨) નામના યુવાને એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનોજ હસમુખભાઇ ગોહિલનું નામ આપ્યું છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ભકિતનગર શેરી નં.૫૫ માં આવેલા સ્લીપવેલ કંપનીના ગોડાઉનમાં ગાદલા બનાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત તા.૨૧૧૧ ના રોજ સવારના નવ વાગ્યા આસપાસ તે અહીં ભકિતનગર પ્લોટ શેરી નં.૫૫ માં આવેલા ગોડાઉનમાં ગાદલા ભરવાનું કામ કરતો હતો.ત્યારે સાંજના સમયે સાથે કામ કરનાર મનોજભાઇએ સોલ્યુશનના ડબલા ભરાવાનું કહેતા યુવાને સોલ્યુશનના ડબલા ભરવાની ના કહી હતી કારણ કે શેઠે વધુ સોલ્યુશન લેવાની ના કહી હોય જેથી તેણે ડબલા ભરવાની ના કહી હતી.આ સાંભળી મનોજ ઉશ્કેરાયો હતો અને તેને ગાળો દેવા લાગ્યો હતો.જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને યુવાનને ઝાપટ મારી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો બાદમાં તેણે કોઇ ધારદાર હથિયાર કાઢી યુવાનને માથામાંભાગે તેના ઘા ઝીંકી દીધા હતાં.જેથી યુવાનને લોહી નિકળવા લાગ્યું હતું.
યુવાને અહીં ગાદલા ભરવાનું લગાવી દેતા લોહી બધં થઇ ગયું હતું શેઠને આ બાબતે વાત કરતા તેણે ઘરે કહેતો નહીં આપણે કોઇ રસ્તો કાઢી લેઇશું તેવી વાત કહી હતી.બાદમાં યુવાન રાત્રીના ઘરે ચાલ્યો ગયો હતો.તેને ચક્કર આવવા લાગતા હોસ્પિટલ ખસેડાયો હતો.જેમાં તેને માથામા ૯ ટાકા આવ્યા હતાં.બાદમાં સમાધાનની વાત ચાલતી હોય જેથી તેણે જે તે સમયે ફરિયાદ કરી ન હતી.પણ યુવાનને સમાધાન કરવું ન હોય જેથી અંતે તેણે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ પરથી મનોજ ગોહિલ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech