સિહોરમાં રહેતા પરણિત યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે સિહોર પોલીસમાં અપમૃત્યુનો ગુનો નોંધાયો હતો.દિન પ્રતિદિન લોકોની આર્થિક અને માનસિક સ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં હાલમાં વ્યક્તિ જરૂરિયાત સામે શોખને વધુ પ્રધાન્ય આપી રહ્યો છે. જેના કારણે જરૂરિયાત કરતા વધુ મોજશોખ, દેખાવના કારણે પરિસ્થિતિથી વિપરીત જોવા મળતી હોય છે. હાલમાં પરિવારોમાં સામૂહિક આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા ૬ મહિનાથી આત્મહત્યા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ઉપલબ્ધ વિગતો મુજબ સિહોરના વિકળિયા ઢાળમાં રહેતા વિશાલ ખત્રી નામના યુવાને ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. આ સમસ્યામાંથી વિશાલે પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો. મૃતદેહ આવી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. વિશાલે કયા કારણસર ગળે ફાંસો ખાધો તે જાણવા મળેલ નથી આ બનાવની જાણ સિહોર પોલીસને થતાં સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ સંદર્ભ પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech