લોકસભાની ચૂંટણીની લઇ આ રોજ રાજકોટ સહિત ગુજરાતની ૨૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે આ વખત રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુષોત્તમ પાલાના વિવાદાસ્પદ નિવેદનને લઇ ક્ષત્રિયોમાં રોષ હોય અને તેમની ઉમેદવારી રદ કરવા માટે આંદોલન ચલાવ્યું હોય ત્યારે રાજકોટની બેઠક આ વખતે ખૂબ જ મહત્વપૂર્ણ બની ચૂકી છે. મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાના બને તે માટે પોલીસે ખાસ એકશન પ્લાન તૈયાર કરી તમામ મતદાન મથકો પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે આજરોજ શહેરમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં બપોર સુધી મતદાન થયું હતું. પોલીસ કંટ્રોલ મમાં બપોર સુધીમાં પાંચ ફરિયાદો થઇ હતી જેમાં બે ફરિયાદ ઇવીએમ બધં પડી જવાની યારે અન્ય ત્રણ ફરિયાદ મતદાન કેન્દ્ર નજીક ૨૦૦ મીટરની ત્રિયામાં ટેબલ રાખીને પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની થઈ હતી જેને લઇ પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસ દ્રારા મતદાન મથકો પર ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં પોલીસ દ્રારા શહેરમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શહેરના સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસે ખાસ નજર રાખી હતી. દરમિયાન બપોર સુધીમાં રાજકોટ પોલીસ કંટ્રોલ મમાં કુલ પાંચ ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે.
સવારમાં પ્રથમ ફરિયાદ તરઘડીયા ગામમાંથી જાગૃત નાગરિક દ્રારા કરવામાં આવી હતી. જેમાં અહીં ઇવીએમ મશીન બધં થઇ ગયાનું જણાવવામાં આવ્યું હતુ. આ ઉપરાંત કુવાડવા રોડ પર આર્યનગરમાં શાળા ન.ં ૭૨ માં ઇવેએમ બધં થયાની ફરિયાદ થઇ હતી.
આ સિવાયની ત્રણ ફરિયાદમાં પક્ષના કાર્યકર્તાઓ દ્રારા મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજીયામાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેની હતી.જેમાં શહેરના રેલનગર વિસ્તારમાં પાર્થ સ્કૂલ પાસે ૨૦૦ મીટર ની ત્રિયામાં ભાજપના કાર્યકરો પ્રચાર કરી રહ્યાની તો સામેપક્ષે ૨૦૦ મીટરની ત્રિજીયામાં કોંગ્રેસનું કાર્યાલય હોવાની ફરિયાદ થઇ હતી.આજ પ્રકારે ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમા સહકાર મેઇન રોડ પર મતદાન મથક નજીક પ્રચાર કરતો હોવાની અને આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના કોઠારીયા રોડ પર તીપતી સોસાયટીમાં મતદાન મથક નજીક ૨૦૦ મીટર ત્રિજીયામાં પ્રચાર કરાતો હોવાની ફરિયાદ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોટસએપમાં એપીકે ફાઇલ મોકલી ગીફટ વાઉચર ખરીદી કરતો ઠગ ઝબ્બે
April 18, 2025 11:33 AMભાણવડના ભેનકવડ ગામમાં ચડી આવ્યો મગર, વન વિભાગ અને એનિમલ લવર્સ દ્વારા કરાયો રેસ્ક્યુ
April 18, 2025 11:33 AMરેલવે વિભાગમાં જાહેર ફરિયાદોના નિવારણમાં પશ્ચિમ રેલ્વેના તમામ ડિવિઝનોમાં રાજકોટ ડિવિઝન ટોચ પર
April 18, 2025 11:26 AMભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા આયોજન અને એ.ટી.વી.ટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ
April 18, 2025 11:26 AMચેક રીર્ટનના કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવતી ખંભાલીયાની કોર્ટ
April 18, 2025 11:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech