અન્ય ઉદ્યોગકારોને પણ પોતાના યુનિટમાં સ્માર્ટ મીટર લગાવવા માટેની અપીલ કરાઈ
જામનગરમાં ફરીથી સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. શનિવારે શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલી ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની ઓફિસમાં જ આ મીટર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. વીજવપરાશના કમ્પેરીઝન માટે સાદુ મીટર પણ લગાવી વિવાદ વકરે નહીં તેનો ખ્યાલ રખાયો છે. અને અન્ય ઉદ્યોગનગરમાં પણ સ્માર્ટ મીટર લગાડવાની તજવીજ કરવામાં આવી રહી છે.
જામનગરની પીજીવીસી એલ કચેરી દ્વારા કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત નવા મીટર લગાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં જીઆઈડીસી ફેસ-૧, ૨, ૩ માં એજન્સીની ટીમો સ્માર્ટ મીટર લગાવવા માટે આગળ વધી રહી છે.
તે કાર્યવાહી અંતર્ગત શંકરટેકરી ઉદ્યોગનગરમાં ગયા શનિવારે ફેક્ટરી ઓનર્સ એસો. ઓફિસમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે. તે મીટરની સાથે વીજ વપરાશનું કમ્પેરીઝન (સરખામણી) કરવા માટે સાદુ મીટર પણ લગાવવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ત્રણેય ઉદ્યોગનગરના કારખાનેદારોને સહકાર આપવા વીજ કંપનીએ અનુરોધ કર્યાે છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં લગાવવામાં આવેલા વીજ મીટર કરતા સ્માર્ટ વીજ મીટર વધુ સ્પીડથી ચાલતા હોવાની રાજ્યભરમાં બૂમ ઉઠ્યા પછી સ્માર્ટ મીટર લગાવવા સામે પ્રચંડ વિરોધ વંટોળ ઉઠ્યો હતો, જેના પગલે આ મીટર લગાવવાની કાર્યવાહી અટકાવી દેવાની ફરજ પડી હતી. તે પછી 'વાતાવરણ' શાંત પડતાં ફરીથી સ્માર્ટ વીજ મીટર લગાવવાનો અનુરોધ શરૂ કરાયો છે, અને તેનો પ્રારંભ ઉદ્યોગનગરથી કરાયો છે. ચાર દિવસ પહેલાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની ઓફિસમાં જ આ મીટર લગાવી દેવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech