એક કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે સરતાનપરનો શખ્સ ઝડપાયો

  • May 23, 2025 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાલીતાણા રૂરલ પોલીસે વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)  ૧ કિલો ૧૦ ગ્રામ કિ.૩૦૧,૦૧, ૦૦,૦૦૦ ના મુદામાલ સાથે તળાજાના સરતાનપર ગામના શખ્સને ઠાડચ ગામે બગદાણા ચોકડીએથી ઝડપી ઝડપી લીધો હતો. શખ્સની પૂછપરછ દરમ્યાન સરતાનપર ગામના જ અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક, પાલીતાણાના મીહીર બારીયાએ  ગેરકાયદેસર થતી પ્રવૃતિઓ અટકાવવા માટે આપેલી સખ્ત સુચના 
મુજબ પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક મીહીર બારીયાને  ત્રણ દિવસ પૂર્વે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી (બેમ્બરગ્રીસ)ની હેરાફેરી, વેચાણ અર્થે પાલીતાણા રૂરલ વિસ્તારમાં આવવાના છે.  જેને ઝડપી પાડવા પાલીતાણા રૂરલ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી રબારીને સખ્ત સુચના આપેલ હોય જેના પગલે પોલીસ ઈન્સ્પેક્ટર રબારી અને એ.એસ.આઈ રઘુભાઈ કોતર, હેડ કોન્સ વિજયભાઈ મકવાણા, પો.કોન્સ શૈલેષભાઇ બારૈયા તેમજ કોન્સ. ધ્રુવરાજસિંહ ગોહીલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે એક શખ્સ ઠાડચ ગામ નજીકની બગદાણા ચોકડી પર કાળા કલરના ઝબલામાં વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) રાખી હેરફેરી-વેચાણ માટે બેઠો છે. 
જે હકીકત ધ્યાને લઈ જગ્યાએ જતા તેને પૂછેલ કે ઝબલામાં રહેલાક વસ્તુ અંગે પૂછતાં  શખ્સ કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહી. તેની પાસે રહેલ ઝબલામાં કાળા તથા આછા પીળા કલરના ટુકડા જણાઈ આવેલ જે જોતા તે ટુકડા વ્હેલ માછલીની ઉલ્ટી હોવાનું જણાવેલ જે ક્યાંથી લાવેલ છે તે બાબતે પુછતા સરતાનપરના મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણીયા એ તેને પૈસા આપવાની લાલય આપી જણાવેલ કે આ વ્હેલ માછલીની ઉલ્ટી બગદાણા ચોકડી પર બેક શખ્સ લેવા આવશે અને પૈસા આપશે જે લઈ પરત આવતો રેજે. તેવી કબૂલાત આપતા રૂરલ પોલીસે  વન વિભાગ અને એફ.એસ.એલના અધિકારી ઓને બોલાવી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાની ખરાઈ અને વજન કરાવી શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે લઈ 
પ્રદિપ મનુભાઈ ગુજરીયા (ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે સરતાનપર ગામ ટીંબા વિસ્તાર તા. તળાજા, જિ. ભાવનગર)ની ધરપકડ કરી  તેની પાસેથી વહેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીમ)૧ કિલો. ૧૦ ગ્રામ કિંમત રૂપિયા ૧, ૧, ૦૦, ૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણીયા(રે. સરતાન પર, તા. તળાજા, જિ. ભાવનગર)ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application