સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ ખાતે વિરપુરમાં કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા પાક બિયારણ, જંતુનાશક દવાઓ તેમજ ફલ્ટીલાઈઝર ખાતરના ચેકીંગ માત્ર કાગળ ઉપર જ કરતા હોય તેવું આમે આવ્યું છે.
ખેડૂતોને જગતના તાત કહેવામાં આવે છે, પોતાની જમીનોના દિવસ રાત જોયા વગર કાળી મજુરી કરીને પાકનું ઉત્પાદન કરીને અન્ન પેદા કરે છે પરંતુ આ જગતના તાત એવા ખેડૂતોને અન્ન પેદા કરવામાં ખુબ જ મુશ્કેલીઓ સામે આવતી હોય જેમાં ખાસ કરીને બજારોમાં વેચાતા મોંઘાં ભાવના પાકના બિયારણ તેમજ જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો સહિત ખરીદ કરતા હોય ત્યારે કેટલાક એગ્રો ધરાવતાં વેપારીઓ આ બિયારણો, ખાતરો કે જંતુનાશક દવાઓ મિલાવટ વાળા કે ડુપ્લીકેટ તેમજ સર્ટિફાઇડ વગર જ વેચાણ કરતા હોય છે, જ્યારે આ બિયારણો કે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો નબળી કોલેટીના નીકળે ત્યારે ખેડૂતોને માથે અનેક મુશ્કેલીઓ આવતી હોય છે આવા નબળી કોલેટી કે ખાતરો, દવાઓના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણ પણે ફેઈલ પણ જવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવે છે પરંતુ સરકારના ખેતીવાડી વિભાગ, કૃષિ વિભાગ દ્વારા બિયારણો કે ખાતરો અથવા તો જંતુનાશક દવાઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરવાની કામગીરી કરવાની હોય છે પરંતુ ખેતીવાડી વિભાગના અધિકારીઓ માત્ર કાગળ પર જ કે એસી ઓફિસમાં બેસીને જ આવી ચેકીંગની કામગીરી કરીને સંતોષ માનતા હોય છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં અનેક જંતુનાશક દવાના, પાક બિયારણના વેપારીઓ કે ખાતરના વેપારીઓનો રાફળો ફાટ્યો હોય તેમ બિલાડીની ટોપ્ની જેમ ફૂટી નીકળ્યાં છે અનેક જગ્યાએ નબળી કોલેટીના કે સર્ટિફાઇડ વગર જ બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓનું વેચાણ થઈ રહ્યું છે જેમનો ભોગ અભણ ખેડૂતો બનતા હોય છે, સરકારના નિયમ મુજબ બિયારણ કે જંતુનાશક દવાઓ વેચાણ કરવા માટે બીએસી એગ્રીનો અભ્યાસ કરેલ હોવો જોઈએ પરંતુ વિરપુરમાં અનેક એગ્રો ધારકો લાઈસન્સ વગર કે બીએસી એગ્રી વગર જ વેચાણ કરી રહ્યા હોવાનું જાગૃત ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે ત્યારે સરકારના ખેતીવાડી કૃષિ વિભાગનાં અધિકારીઓ ચેકીંગના નામે ધતિંગ કરતા હોય તેવું સામે આવ્યું છે કૃષિ વિભાગના અધિકારીઓને જાણે એગ્રો ધારકો સાથે સાંઠગાંઠ અને મિલીભગત હોય તેમ વિરપુરમાં બિયારણ કે જંતુનાશક દવાઓના ચેકીંગમાં માત્ર દેખાડા કરીને આંખ આડા કાન કરતા હોય તેમ માત્ર એક જ જગ્યાએથી માત્ર રાસાયણિક ખાતરના જ સેમ્પલ લઈને સંતોષ માની ચાલતી પકડે છે તેવા જાગૃત ખેડૂતોએ આક્ષેપો કયર્િ છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને એગ્રો ધારકો સામે તંત્ર દ્વારા ઉચ્ચકક્ષાએ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીના ઉડાઉ જવાબ
આ અંગે રાજકોટ જિલ્લ ા ખેતીવાડી અધિકારી વિજય કોરાટ સાથે સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ખાલી ખાતરના જ નહીં પણ જંતુનાશક દવાઓ તેમજ બિયારણના પણ સેમ્પલ લેવાના હોય છે પરંતુ એમને જે ટાર્ગેટ આપ્યો હોય એટલે એ ખાતરના લેતા હોય છે અને અમારે મીડિયાને કોઈપણ જાતની માહિતી ન આપવાની હોય અમારે માહિતી વિભાગને માહતી આપવાની હોય તેવો જવાબ આપીને પોતાની જવાબદારી થી હાથ ખંખેરી લીધા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને એક તરફ કુદરતી આફતનો વરસાદ પડ્યો છે ત્યારે બીજી તરફ બિન અધિકૃત ખાતરો,જંતુનાશક દવાઓ, બિયારણોનું વેચાણ કરતા વેપારીઓ સાથે મિલીભગત કરીને ખેતીવાડીના અધિકારીઓ પોતાની જવાબદારી માંથી છટકી જાય છે અને એમનો ભોગ અભણ અને નીરાધાર ખેડૂતો બને છે ત્યારે ખેડૂતોના હિતની મોટી મોટી વાતો કરતી સરકાર આવા અધિકારીઓ અને બિન અધિકૃત ખાતરો,જંતુનાશક દવાઓ,બિયારણોના વેચાણો પર અંકુશ લાવશે કે કેમ !
ખાતરના સેમ્પલ લેશું, દવાના નહીં: તાલુકા ખેતીવાડી અધિકારી
વિરપુર આવેલા ખેતીવાળીના તાલુકાના અધિકારી નિકુંજ કલોલાને મીડિયાના મિત્રો દ્રારા પૂછતાં તેમને અમે ખાલી આજે ખાતરના જ સેમ્પલ લઈશું અને જંતુનાશક દવાના સેમ્પલ ન લઈ શકીએ તેવો ઉડાવ જવાબ આપી મીડિયા સમક્ષ ચૂપકીદી સેવી લીધી હતી ત્યારે સવાલ એ થાય છે કે માત્ર એક જ વેપારીને ત્યાંથી ખાતરના સેમ્પલ લઈને પોતાની કામગીરી માંથી હાથ ઊંચા કરનાર અધિકારી સામે સરકાર પગલાં ભરસે કે કેમ ?તેવી ચચર્ઓિએ ખેડૂતોમાં જોર પકડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech