સમગ્ર વિશ્વમાં વિવિધ કારણોસર પુષોમાં શુક્રાણુઓની સંખ્યા સતત ઘટી રહી છે. હ્યુમન રિપ્રોડકશન અપડેટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષેામાં પુષોના સ્પર્મ કાઉન્ટમાં જબરદસ્ત ઘટાડો થયો છે.હ્યુમન રિપ્રોડકશન અપડેટ જર્નલમાં ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ૧૯૭૩ અને ૨૦૧૮ વચ્ચે સરેરાશ શુક્રાણુઓની સંખ્યામાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે સરેરાશ માનવ શુક્રાણુઓની સંખ્યામાં ૫૧.૬ ટકાનો ઘટાડો થયો છે.આ અભ્યાસ ૫૩ દેશોના ૫૭,૦૦૦ પુષો પર કરવામાં આવ્યો હતો. યારે કુલ શુક્રાણુઓની સંખ્યામાં ૬૨.૩ ટકાનો ઘટાડો થયો છે.
સંશોધનકારોએ ૧૯૭૩ અને ૨૦૧૮ વચ્ચે પ્રકાશિત થયેલા ૨૨૩ પેપરનું વિશ્લેષણ કર્યા પછી જર્નલમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ૫૩ દેશોના ૫૭,૦૦૦ પુષોના શુક્રાણુઓના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું
ઉચ્ચ તાપમાન શુક્રાણુઓની સંખ્યા ઘટાડે છે
અન્ય એક અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢું છે કે, ૩૦ ડિગ્રીથી વધુ તાપમાનના સંપર્કમાં પુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટે છે, જે ચિંતા ઉભી કરે છે કે, ગ્લોબલ વોમિગ સમગ્ર વિશ્વમાં પ્રજનન દરને અસર કરી શકે છે. સિંગાપોરના વૈજ્ઞાનિકોએ શોધી કાઢું કે, ગરમીના સંપર્કમાં આવવાને કારણે પુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech