રાજકોટના રેસકોર્ષ રિંગ રોડ પર આવેલા ટી પોસ્ટમાં કામ કરતી યુવતીએ ગત શુક્રવારે નોકરી દરમિયાન ત્યાં જ ઝેરી દવા પી લેતા દોડધામ મચી જવા પામી હતી. તાકીદે યુવતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાર દિવસની સારવાર બાદ આજે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
શુક્રવારના સાંજે ઝેરી દવા પીધી હતી
પ્રાપ્ત વિગત મુજબ, રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાસે આરએમસીના ક્વાર્ટરમાં રહેતી એકતા રાજેશભાઈ ઝાલા (ઉં.વ.21) નામની યુવતીએ ગત શુક્રવારના સાંજે રેષકોર્ષ રોડ પર આવેલા ટી પોસ્ટમાં નોકરી પર હતી ત્યારે ઝેરી દવા પી લેતા સાથી કર્મચારીઓએ સંચાલકને જાણ કરતા દોડી આવ્યા હતા અને યુવતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચાર દિવસની સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
ચાર બહેન એક ભાઇમાં વચેટ હતી
આપઘાત કરનાર એકતા ચાર બહેન એક ભાઇમાં વચેટ હતી અને દોઢેક વર્ષ પહેલા અમદાવાદના ઉદય પરમાર સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ કર્યા બાદ ત્યાં ગઈ નહોતી તેમ પ્રાથમિક વિગત સામે આવી છે. આપઘાત પાછળનું કારણ પરિવારજનો પણ જાણતા ન હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનકલી બોસ બનીને કંપનીના એકાઉન્ટ ઓફિસર સાથે 2 કરોડ રૂપિયાની ઠગાઈ
March 15, 2025 12:36 PMસુનિતા અને બૂચ વિલ્મોર ઝડપથી પૃથ્વી પર સેટ નહી થઈ શકે
March 15, 2025 12:33 PMમોરકંડા ધાર પાસે જુથ અથડામણમાં એક યુવાનની લોથ ઢાળી દેવાઇ
March 15, 2025 11:58 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech