ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં.7ની સામાન્ય ચૂંટણી અંગેની ફરિયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

  • March 15, 2025 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા.૧૫ માર્ચ, ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં.૭ ની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬/૦૩/૨૦૨૫ ના રોજ યોજવામાં આવશે. જેને લઈને તા.૧૬/૦૩/૨૦૨૫ (રવિવાર) તથા તા.૧૮/૦૩/૨૦૨૫ મત ગણતરીના દિવસે ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે મામલતદાર કચેરી, ધોલ ખાતે રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.


ચૂંટણી સબંધિત ફરિયાદો માટે ટેલીફોન નંબર: ૦૨૮૯૭-૨૨૨૦૦૧ તથા ઇમેઇલ એડ્રેસ po-dhrol-jam@gujarat.gov.in  પર સંપર્ક કરી શકાશે. તેમ ધ્રોલ નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application