જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામની એક યુવતી પોતાના ઘેરથી આંગણવાડીની તાલીમ મેળવવા જવાનું કહીને નીકળ્યા પછી એકાએક લાપત્તા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે, અને પોલીસ તેને શોધી રહી છે.
લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતી શાંતિબેન હેમંતભાઈ ગાગલિયા નામની ૩૭ વર્ષની યુવતી કે જે ગત ૩૧,૫.૨૦૨૪ ના દિવસે પોતાના ઘેરથી આંગણવાડી ની તાલીમ મેળવવા માટેનું કહીને ઘેરથી નીકળ્યા પછી એકાએક લાપત્તા બની હતી, અને તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. તેથી પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી.
જે અંગે પતિ હેમંતભાઈ દ્વારા મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા તેની શોધખોળ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech