ગુજરાતના છેલ્લ ા વર્ષોમાં ઘણી જગ્યાએ પુલ અને પુલિયા તૂટવાની ઘટનાઓ સામે આવેલ છે, તેવામાં હાલમાં વાંકાનેર તાલુકામાં વધુ એક પુલ જોખમી બની ગયેલ છે. વાંકાનેરથી કુવાડવા તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તામાં સિંધાવદર પછી કેનાલ પછી આસોઇ નદી ઉપર પુલ બનાવવામાં આવે છે. તે પુલમાં કોઇ કારણોસર ગાબડું પડી ગયેલ છે. જેથી હાલમાં વાહનો ધીમે ચલાવવા માટેની સૂચના વાહનચાલકોને આપવામાં આવે છે અને ડાયવર્ઝનનો રસ્તો તંત્ર દ્વારા રાતોરાત શ કરી દેવામાં આવેલ છે.
વાંકાનેર શહેર નજીકથી પંચાસર બાયપાસ રોડ ઉપર જે પુલ આવેલ છે તેનો અમુક ભાગ નમી જવાથી તે પુલને બંધ કરવામાં આવેલ છે અને ભારે વાહનો સહિતના વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે તે ઘટનાની શાહી સુકાઇ નથી, ત્યાં વાંકાનેરથી કુવાડવાને જોડતો રોડ ઉપર સિંધાવદર નજીક આવેલ આસોઇ નદી પરના પુલમાં મસમોટું ગાબડું પડતાં પુલ જોખમી બની ગયો છે. જોકે પુલ ડેમેજ થવાની ઘટનાને પગલે માર્ગ મકાન વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતાં અને હાલમાં પુલ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.
વાંકાનેર તાલુકામાં થોડા વર્ષો પહેલા પણ આ પુલ પરનો એક ભાગ થોડો ડેમેજ થયેલ હોવાથી રિપેર કરવામાં આવ્યો હતો અને છેલ્લ ા કેટલાક વર્ષોથી આ પુલ ડેમેજ હોવાની ચચર્ઓિ થઇ રહી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા દરકાર લેવામાં આવ ન હતી. જેથી હાલમાં પુલમાં ગાબડું પડેલ છે અને લોકોની ચિંતામાં વધારો થયેલ છે. વધુમાં અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ કુલ મળીને 10 મીટર લાંબો આ પુલ છેલ્લ ા 34 વર્ષથી ઉપયોગમાં છે. આ પુલમાં કુલ નવ ગાળા છે જે પૈકીના કુવાડવા ગામ બાજુથી વાંકાનેર તરફ આવવા માટેના રસ્તા ઉપર બીજા ગાળામાં ગાબડું પડયું છે. હાલમાં કોઇ અકસ્માત ન થાય તે માટે બેરિકેટ મૂકીને એક સાઇડનો રસ્તો બંધ કરવામાં આવેલ છે અને એક બાજુથી વાહનોની અવરજવર ચાલી રહી છે.
વધુમાં માર્ગ મકાન વિભાગના ઇજનેર સંદીપ કડીવારે જણાવ્યું હતું કે, પુલમાં ગાબડું પડયું હોવાની જાણ થતાની સાથે જ રાતે જ ટીમ ત્યાં પહોંચી ગયેલ હતી અને આ પુલની બાજુમાં જ ડામરપટ્ટીવાળું એક ડાયવર્ઝન અગાઉ બનાવવામાં આવ્યું હતું. ત્યાં બાવળ અને ઝાડી ઝાંખરાને હટાવવા માટેની કામગીરી કરીને ડાયવર્ઝનનો રસ્તો વાહન વ્યવહાર માટે શ કરવામાં આવેલ છે, અને પુલની જે સાઇડમાં ગાબડું પડેલ છે તે સાઇડને બંધ કરી છે. જોકે, બીજી સાઇડ ઉપરથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech