જીલ્લા એસપી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી આર.બી. દેવધા દ્વારા દારુ જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપી હતી.
જામજોધપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ વીરેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ નવલભાઇ આસાણી, પો.કોન્સ. મયુરસિંહ જાડેજા, પો.કોન્સ મનહરસિંહ જાડેજાને સંયુકત રીતે બાતમી મળેલ કે, સફેદ કલરની બોલેરો પીકઅપ વાન નં. જીજે૧૫વાયવાય-૨૦૨૪માં કોઇ ઇસમ દેશી દારુનો જથ્થો લઇ સતાપર રોડ તરફથી બાલવા ફાટક આવી રહેલ છે તેવી હકીકત આધારે જામજોધપુર બસ સ્ટેન્ડ પાસે પટેલ સમાજથી બાલવા ફાટક તરફ જવાના રસ્તે વોચમાં રહી બોલેરોને પકડી પાડી દેશી દારુ આશરે ૧૨૦૦ લીટર કિ. ૨૪૦૦૦ તથા બોલેરો કિ. ૩.૫૦ લાખ, ૧ મોબાઇલ મળી કુલ ૩.૭૯ લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહી એકટ મુજબ ગુનો નોંઘ્યો હતો. રાણાવાવના ખંભાળા ગામના પરબત ભીખા હુણને પકડી લીધો હતો જયારે ખંભાળાના કારુ ગાંગા મોરી, જસાપરના યોગેશ ભુપત વિશાણી નાશી છુટયા હતા.
***
વિદેશી દારુની સપ્લાય પુર્વે ચાર શખ્સોને પકડી લેતી દ્વારકા એલસીબી: રુપિયા ૬.૪૦ લાખની રોકડ, ૩ મોબાઇલ અને કાર કબ્જે
દ્વારકા એલસીબીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે ખંભાળીયા વિસ્તારમાં વિદેશી દારુ સપ્લાય પહેલા જ ચાર શખ્સોને દબોચી લીધા હતા.
દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેયએ ગેરકાયદે દારુના ધંધા સાથે સંકળાયેલા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા આરોપીઓને પકડવા સુચના આપેલ હોય જે અન્વયે એલસીબી પીઆઇ કે.કે. ગોહીલના વડપણ હેઠળ પીએસઆઇ એસ.એસ. ચૌહાણ તથા બી.એમ. દેવમુરારી તથા એ.એલ. બારસીયાની ટીમ કાર્યરત હતી.
દરમ્યાન પીએસઆઇ એસ.એસ. ચૌહાણની ટીમને મળેલ ખાનગી બાતમી આધારે દિવ્યેશ અરવિંદ સોની (ઉ.વ.૩૧) રહે. મસ્જીદ ફળીયુ, માંગરોળ, સુરત, સોહેલ અબ્દુલ હમીદ મકરાણી (ઉ.વ.૩૦) ખાનદાન ફળીયુ, માંગરોળ, સુરત, રાહુલ ઉર્ફે ધુંધો ચાવડા રહે. વીરપર, મેવાસા, તા. કલ્યાણપુર, દ્વારકા, દિલીપ ઉર્ફે દીલો ગોગન દેથરીયા (ઉ.વ.૩૧) રહે. હંસ્થળ, ગૌશાળાની બાજુમાં તા. ખંભાળીયા, જી. દ્વારકાવાળાને રોકડા ૬.૪૦ લાખ, ૩ મોબાઇલ ૪૦.૦૦૦, ૧ ફોરવ્હીલ કાર કિ. ૭ લાખ સહિત કુલ ૧૩.૮૦ લાખના મુદામાલ સાથે પકડી પાડયા હતા.આરોપી દિવ્યેશ વિરુઘ્ધ અગાઉ નવસારી, વાપી, સુરત ગ્રામ્યમાં તેમજ આરોપી દીલો વિરુઘ્ધ શાપર વેરાવળ ખાતે ગુના નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech