દીવો પેટાવવા જતાં મકાનમાં આગ લાગવાથી દાઝી ગયા : સરસામાન સળગતાં ફાયરની ટુકડીએ આગ બુજાવી
જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં રહેતા 92 વર્ષના વૃદ્ધા પોતાના ઘેર દીવો પેટાવવા જતાં દાજી ગયા હતા, અને મકાનમાં આગ લાગી હતી. ફાયર શાખાની ટુકડીએ સમયસર દોડી જઇ સૌ પ્રથમ વૃદ્ધ મહિલાને બચાવી લીધા હતા, અને તેઓ શરીરના અમુક ભાગોમાં મહદ અંશે દાજી ગયા હોવાથી તાત્કાલિક અસરથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા હતા, ત્યારબાદ મકાનમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવીને બુઝાવી દીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત નગર ડી-1 બ્લોક નંબર 162માં, પહેલા માળે રહેતા સવિતાબેન પી. પાલા કે જેઓ 92 વર્ષના વૃદ્ધ મહિલા છે, અને પોતાના ઘરમાં રવિવારે સાંજના સમયે દીવો પેટાવવા જતાં ગાદલા પર દિવો મુક્યો હોવાથી અકસ્માતે દીવાની ઝાળે આગ લાગી હતી, તેમાં પોતે દાઝી ગયા હતા.
આ બનાવ સમયે તેમની પૌત્રી ઘરમાં હાજર હતી, અને તેણીએ તાત્કાલિક ફાયર શાખાને જાણ કરતાં ફાયર શાખા ની ટુકડી તાબડતોબ આવી પહોંચી હતી, અને સૌ પ્રથમ દાઝી ગયેલા સવિતાબેન ને ઘરમાંથી બહાર કાઢી લીધા હતા, અને તેઓને રેસક્યુ કરીને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ તેઓના ફ્લેટમાં આગ લાગી હોવાથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી હાશકારો અનુભવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech