વકફ (સંશોધન) વિધેયક પર વિચારણા કરતી સંસદની સંયુકત સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલએ ગઈકાલે કર્ણાટકના ઉત્તરી જિલ્લાના ખેડૂતો પાસેથી ૫૦૦ થી વધુ અરજીઓ પ્રા કરી હતી, જેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની જમીનને વકફમાં ફેરવવામાં આવી રહી છે. તેમની જમીન સંપત્તિને વકફ તરીકે ચિ઼િત કરવામાં આવી છે. બેંગલુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યાના કાર્યાલયે આ માહિતી આપી.
સૂર્યા જેપીસીના સભ્ય પણ છે. પાલે સૂર્યા સાથે હત્પબલી, વિજયપુરા અને બેલાગવીની મુલાકાત લીધી. આ દરમિયાન તેઓ ખેડૂતો અને વિવિધ સંગઠનોના સભ્યોને મળ્યા, જેમણે ફરિયાદ કરી કે રાય વકફ બોર્ડ તેમની જમીન પર દાવો કરી રહ્યું છે. સૂર્યાના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જગદંબિકા પાલ અને સૂર્યાને વિજયપુરા, બિદર, કાલબુર્ગી, હત્પબલી, બાગલકોટ અને બેલાગવીના ખેડૂતો તરફથી ૫૦૦ થી વધુ અરજીઓ મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે વકફ બોર્ડ દ્રારા તેમની ખેતીની જમીનને વકફ મિલકત જાહેર કરવામાં આવી છે.
જગદંબિકા પાલે કહ્યું કે તેઓ રાયમાં હકીકત શોધવા અને પીડિતોને મળવા આવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતો અને વિવિધ સંગઠનોએ તેમને દસ્તાવેજો અને મેમોરેન્ડમ સુપરત કર્યા છે. જગદંબિકા પાલે કહ્યું કે ખેડૂતો અને સંગઠનોને ખાતરી આપવામાં આવી છે કે તેમના મુદ્દા પર જેપીસીમાં ચર્ચા કરવામાં આવશે અને રિપોર્ટમાં સામેલ કરવામાં આવશે.
તેમણે પૂછયું, 'કદાચ રાય સરકારે મહેસૂલ વિભાગના અધિકારીઓને ખેડૂતોને બહાર ન કાઢવાની સૂચના આપી છે પરંતુ શું આ મુદ્દો ઉકેલાશે? રેકોર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા છે, વકફે દસ્તાવેજમાં ફેરફાર સુનિશ્ચિત કર્યા છે. આ અંગે રાય સરકાર શું કરી રહી છે અને તેના માટે જવાબદાર કોણ?
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પાલની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જેપીસી પ્રમુખની મુલાકાત રાજકીય હતી. તેમણે કહ્યું, '...મેં સ્પષ્ટ્રપણે કહ્યું છે કે જારી કરાયેલી નોટિસો પાછી ખેંચી લેવામાં આવે અને અમે કોઈને બહાર કાઢીશું નહીં અને જો રેકોર્ડમાં સુધારો કરવામાં આવ્યો હશે તો તે રદ કરવામાં આવશે. યારે મેં આ વાત કહી જ છે, તો વાંધો કયાં છે?'
દરમિયાન કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પાલની રાય મુલાકાતને ડ્રામા કંપનીની મુલાકાત ગણાવી અને તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવી. કોંગ્રેસના રાય એકમના અધ્યક્ષ શિવકુમારે જેપીસી પ્રમુખ પર રાજકીય પ્રચારમાં સામેલ થવાનો આરોપ મૂકયો અને કહ્યું કે તે કોઈ સંયુકત સંસદીય સમિતિ નથી જે મુલાકાત લઈ રહી છે, કારણ કે માત્ર ભાજપના સભ્યો આવ્યા છે અને રાજકારણ કરી રહ્યા છે.
રાયના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ કહ્યું, 'એવું લાગતું નથી કે જેપીસી કમિટી તરીકે કોઈ પ્રવાસ થઈ રહ્યો છે, કારણ કે સ્પીકર નિયમોની અવગણના કરીને એકલા પ્રવાસ કરી રહ્યા છે. આ રાજકીય રીતે પ્રેરિત મુલાકાત હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે સમિતિના સભ્યોએ એવો પણ વાંધો વ્યકત કર્યેા છે કે કોઈપણ પ્રવાસ અંગેનો નિર્ણય સમિતિમાં જ લેવાવો જોઈએ અને એકપક્ષીય પ્રવાસ ન થઈ શકે.
ત્યારબાદ વિજયપુરાની મુલાકાત દરમિયાન એક સભાને સંબોધતા, જગદંબિકા પાલે કહ્યું, 'યારે પારદર્શક કાયદો (વકફ કાયદો) લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે દરેકને જિલ્લામાં અદાલત (વકફ કોર્ટ) અને જમીનની વહેંચણી કરવાની કેમ ઉતાવળ છે? ખેડૂતો અને સંગઠનો દ્રારા તેમને સુપરત કરવામાં આવેલી વિવિધ અરજીઓ પર પ્રકાશ પાડતા પાલે કહ્યું કે રાય સરકારે જવાબ આપવો પડશે કે રાયમાં આવી વસ્તુઓ શા માટે થઈ રહી છે.તેમણે સવાલ ઉઠાવ્યો કે '૧૯૨૦ અને ૧૯૩૦થી જમીન પર ખેતી કરનારા ખેડૂતોને કાયદો બને તે પહેલા જ નોટિસ કેમ આપવામાં આવી રહી છે?' કર્ણાટક વકફ બોર્ડે સમગ્ર રાયમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્રારા સુરક્ષિત ઓછામાં ઓછા ૫૩ ઐતિહાસિક સ્મારકો પર દાવો કર્યેા છે. જગદંબિકા પાલે કહ્યું, 'આ કેવી રીતે વકફ મિલકત હોય શકે?'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech