દેશભરમાં હીટસ્ટ્રોકથી મૃત્યુઆકં ૨૦૦ ને વટાવી ગયો છે, ઓરીસ્સામાં ૪૫ નવા મૃત્યુ નોંધાયા છે, હવામાંન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભારતમાં ગરમીની સ્થિતિની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે . છેલ્લા ૨૪ કલાકમાં ઓડિશામાં ૪૫ મૃત્યુ અને બિહારના ઔરંગાબાદ જિલ્લામાં શંકાસ્પદ હીટસ્ટ્રોકથી ચૂંટણી ફરજ પરના એક કોન્સ્ટેબલના મૃત્યુ સાથે, રવિવારે સમગ્ર દેશમાં મૃત્યુઆકં વધીને ૨૧૧ પર પહોંચી ગયો છે. તેમાંથી ૧૪૧ મોત એકલા ઓરીસ્સામાં થયા છે. સરકારે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૪૫ મૃત્યુમાંથી, પોસ્ટમોર્ટમ પરીક્ષામાં ૨૬ મૃત્યુ હીટસ્ટ્રોકને કારણે થયા હોવાની પુષ્ટ્રિ થઈ છે. યારે સરકારે સનસ્ટ્રોક સિવાયના અન્ય આઠ મૃત્યુને જવાબદાર ગણાવ્યા છે, ત્યારે બાકીના ૧૦૭ મૃત્યુ હીટવેવને કારણે થયા છે કે કેમ તે શોધવા માટે તપાસ ચાલી રહી છે
સુંદરગઢ સૌથી વધુ અસરગ્રસ્ત
ઓરીસ્સામાં મોટી સંખ્યામાં શંકાસ્પદ હીટવેવના મોત રાયના પશ્ચિમી ભાગના છે. સુંદરગઢ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જેમાં ત્રણ દિવસમાં ૩૫ શંકાસ્પદ હીટસ્ટ્રોકના મોત નોંધાયા છે. સુંદરગઢના એડિશનલ ડિસ્ટિ્રકટ મેજિસ્ટ્રેટ આશુતોષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે શબ પરીક્ષણે પુષ્ટ્રિ કરી છે કે તેમાંથી છના મોત સનસ્ટ્રોકને કારણે થયા છે. બાલાંગિર જિલ્લામાં ૨૦ શંકાસ્પદ સનસ્ટ્રોક મૃત્યુ નોંધાયા હતા, જેમાંથી ચાર ગરમી સંબંધિત બીમારીને કારણે થયા હોવાની પુષ્ટ્રિ થઈ હતી.સંબલપુરમાં ૧૮ શંકાસ્પદ કેસ નોંધાયા છે. સંબલપુરના કલેકટર અક્ષય સુનીલ અગ્રવાલે જણાવ્યું હતું કે સનસ્ટ્રોકના કારણે સાત શંકાસ્પદ મૃત્યુનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સનસ્ટ્રોકના કારણે પાંચના મોત થયા હતા. અન્ય અગિયાર કેસોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે
હાલ ગરમીમાંથી કોઈ રાહત નથી
બિહારમાં શનિવારે ઔરંગાબાદના દાઉદનગરમાં ઈવીએમ લઈ જતી બસમાં રામ ભજન સિંહ નામનો કોન્સ્ટેબલનું ગરમીથી મોત થયું હતું.આઈએમડીની આગાહી અનુસાર, બુધવાર સુધી પાંચ પશ્ચિમી જિલ્લાઓ બરગઢ, બાલાંગિર, નુઆપાડા, સોનપુર અને કાલાહાંડીમાં હીટ વેવની સ્થિતિ ચાલુ રહેવાની શકયતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાયમાં દક્ષિણ–પશ્ચિમ ચોમાસાના આગમન સુધી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમી અને ભેજવાળી સ્થિતિ યથાવત રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech