ઝરીયા ગામમાં પાણીના પાઈપ લાઈનનું રિપેરિંગ કામ જે વ્યક્તિએ રાખ્યું હતું તે બાબત ઝરીયા ગામમાં ને રહેતા ચાર શખ્સને ન ગમતા જેની સે દાઝે સરકારી કોન્ટ્રાક્ટરનો પીછો નોં કરી રામધરી ગામ પાસે તેની કારને નો આંતરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બ્રિજરાજસિંહ રઘુવીરસિંહ ગોહીલ (રહે.સરવડી)એ એવા મતલબ
ની ફરિયાદ નોંધાવી હતી કે તરીકે બોધાભાઈ સુરાભાઈ લુણી, રમેશબાઈ બોઘાભાઈ લુણી, સંજય ન ઉર્ફે ચંદો બોઘાભાઇ લુણી અને રાજુ તેજાભાઈ લુણી (તમામ રહે.ઝરીયા. તા.સિહોર) એ ફરિયાદી સરકારી કોન્ટ્રાક્ટર છે અને તેણે ઝરીયા ગામમાં પાણીની પાઈપ લાઈનનું રિપેરીંગ કામ રાખ્યું હતું જે બાબત આરોપીઓને ગમી ન હતી તે અંગે અગાઉ ઝઘડો થયો હતો.
દરમ્યાનમાં ફરિયાદી તેમજ તેના ભાઈ અને તેમના ભાગીદાર પ્રતિકભાઈ તેમની ઇકો કાર લઈને ભાવનગર જવા નિકળ્યા હતા અને સાંઢીડા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગયા ત્યારે ફરિયાદીને તેના ભાઈ સિદ્ધરાજસિંહે ફોન કરી જણાવ્યું હતું કે, આરોપીઓ સાંઢીડા ખાતે તમને મારવા માટે બેઠા છે એટલે ફરિયાદીએ તેની કાર સણસરા તરફ ભગાવી હતી. આરોપીઓને આ અંગે જાણ થતાં તેમણે શિફ્ટ કારમાં ફરિયાદીની કારનો પીછો કર્યો હતો અને રામધરી ગામ પાસે ઇકો કારને આંતરી હતી. આરોપીઓએ લાકડીઓ લઈને કારમાંથી બહાર નિકળી તેમણે ફરિયાદીને ગાળો આપી અગાઉ તો તુ બચી ગયો પરંતુ આ વખતે તુ નહી બચે તેમ જણાવી ઝઘડો કરતા ફરિયાદીના ભાઈ તેમજ પ્રતિકભાઈએ ફરિયાદીને બચાવ્યાં હતા અને ત્યાર બાદ ફરિયાદી સણોસરા તરફ કાર લઈને જતા રહ્યાં હતા. આ બનાવ અંગે સોનગઢા પોલીસે ચારે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech