સરકારી તંત્રમાં જ્યારે કોઈ કામ કરાવવાનું હોય ત્યારે સૌ પ્રથમ ટેન્ડર માંગવામાં આવતા હોય છે. આવેલા ટેન્ડર સ્વીકાર કરીને તેમાંથી નિયમ પ્રમાણે એજન્સી ફિક્સ કરાતી હોય છે અને પછી કામગીરી ચાલુ કરવામાં આવતી હોય છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગના બાંધકામના 36 કરોડના પ્રોજેક્ટમાં આ મામલે પ્રક્રિયા ઉલટ સુલટ જેવી થઈ હોવાની ચચર્િ વ્યાપક થઈ રહી છે.
જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગના બાંધકામને સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ લાંબો સમય સુધી ધીમી ગતિએ કામગીરી કરવામાં આવી હતી. એકાએક લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાના ભણકારા વાગતા જ રાજકોટ જિલ્લા પંચાયતનું સમગ્ર તંત્ર ગતિશીલ બની ગયું હતું અને તારીખ 16 માર્ચના સાંજે ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલા આ કામ માટે માગવામાં આવેલા ટેન્ડરમાંથી જે ચાર પાર્ટીએ ટેન્ડર ભયર્િ હતા તેમાંથી સુરતની એક એજન્સીનું કામ તારીખ 15 માર્ચના રાત્રે ફાઇનલ કરી તેને વર્ક ઓર્ડર આપ્યો, ડિપોઝિટના નાણાં ભરવાની અને તે સહિતની તમામ પ્રક્રિયા તારીખ 16 માર્ચના રોજ માત્ર ગણતરીના કલાકોમાં પૂરી કરી દેવામાં આવી હતી.
ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતાનું ગ્રહણ લાગે તે પહેલા એજન્સી ફિક્સ કરીને કામ ચાલુ કરી દેવાની જિલ્લા પંચાયતની ગણતરી હતી. પરંતુ શિફ્ટિંગની કાર્યવાહી હજુ સુધી ન થઈ શકતા ઉતાવળે મંજૂર કરેલું ટેન્ડર નિરર્થક બની ગયું છે. કારણ કે હજુ સુધી એક ટકો પણ કામગીરી ચાલુ થઈ નથી અને હજુ ક્યારે ચાલુ થશે તે નક્કી નથી.
આશ્ચર્યજનક બાબત તો એ છે કે ગઈકાલે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક બેઠક મળી હતી અને તેમાં આ કામે રુ. 36,17,73,637 નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જો ગઈકાલની મિટિંગમાં આ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું તો અગાઉ તારીખ 16 માર્ચના રોજ ટેન્ડર મંજૂરી, એજન્સી ફિક્સ કરવાની અને વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા શું હતી? તેવા સવાલો પંચાયતમાં પૂછાઇ રહ્યા છે.
ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના નવા બંધાનારા બિલ્ડીંગમાં 18 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરવાની શરત લાદવામાં આવી છે.
પરંતુ હજુ કામ જ ચાલુ થયું નથી અને ક્યારે ચાલુ થશે તેનો નેઠો નથી ત્યારે 18 મહિનામાં કામ પૂરું થાય તેવી હોઈ શકયતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech