શહેરમાં રૈયાધાર શાસ્ત્રીનગર ખાતે મ્યુનિ. કોર્પો.ની ઢોરપકડ પાર્ટી જીવલેણ હુમલો, કાર્યવાહીમાં વિક્ષેપ ઉભા કરી ફરજમાં રૂકાવટ કરવાના આઠ વર્ષ પહેલાના કેસમાં અદાલતે 24 આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રૈયાધાર શાસ્ત્રીનગર ખાતે તા.02/ 08/ 2016ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટુકડી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા નીકળી હતી, ત્યારે ઢોરપકડ પાર્ટીને રખડતા ઢોર પકડવા ન દઈ કાર્યવાહીમાં વિક્ષેપ ઉભા કરી ફરજમાં રૂકાવટ કરી કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મનપાના ઓફીસર ભાવેશભાઈ જાકસણીયાએ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં હીરા દેવાભાઈ ગોહેલ, ગોવિંદ વિભાભાઈ સોહલા, રાજુ વિભાભાઈ સોહલા, ગોવિંદ ભીખાભાઈ બોળીયા, દેવરાજ ભલાભાઈ ધોળકીયા, લાખા વિભાભાઈ સોહલા, દલા લખુભાઈ ધોળકીયા, ભુરાભાઈ રાહા ધોળકીયા, મહેશ જેઠાભાઈ જોગરાણા, ખોડા સિંધાભાઈ શીયાળીયા, સંજય સારાભાઈ સભાડ, બાબુ રાહાભાઈ ધોળકીયા, કાના સાટીયા, રાજુ દામાભાઈ ચાવડા, નાથા સિંધાભાઈ શીયાળીયા, લખમણ સિંધાભાઈ શીયાળીયા, રાજુ ભીખાભાઈ સોહલા, ગના કરશનભાઈ સોહલા, કાના ગંગદાસભાઈ ડોંડા, દુલા ગીગાભાઈ ધોળકીયા, છેલા બોળીયા, રાજુ રાહાભાઈ ધોળકીયા, લાખા હકાભાઈ સાટીયા અને ગોંગા કરશનભાઈ સોહલાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આરોપીઓ વિરૂધ્ધ પુરતા પુરાવા સાથે કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલી જતા ફરિયાદ પક્ષ તરફથી કુલ 15 સાહેદોને તપાસવામાં આવ્યા હતા. તેમજ ડોકયુમેન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ, પરંતુ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉલટ તપાસમાં બનાવથી વિપરીત હકીકત રેકર્ડ પર આવી હતી. જેથી ફરિયાદ પક્ષ કેસને નિ:શંક પણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટએ કરેલ રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં 24 આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ અને રણજીત બી. મકવાણા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech