મ્યાનમારમાં આવેલા યાગી નામના વાવાઝોડા એ તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા ૨૨૬ લોકોના મોત થયા છે. જયારે ૭૭ લોકો ગુમ થયાના અહેવાલ છે. સરકારી મીડિયાએ મંગળવારે આ અંગેની માહિતી આપી છે. સરકારી એજન્સી દ્રારા નોંધાયેલા મૃત્યુની સંખ્યા શુક્રવારે નોંધાયેલા પ્રારંભિક આંકડા કરતાં લગભગ સાત ગણી છે. આથી એવી આશંકા છે કે મૃત્યુઆકં વધુ વધી શકે છે.
પૂરના કારણે છ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જેના કારણે મ્યાનમારમાં સંદેશાવ્યવહાર ખોરવાયું છે. આથી જાનહાનિની સંખ્યા નક્કી કરવાનું કામ ધીમું થઈ રહ્યું છે. માનવતાવાદી સહાયતા સંકલન કેન્દ્ર અનુસાર, યાગી વાવાઝોડાની અસર વિયેતનામ, ઉત્તરી થાઇલેન્ડ અને લાઓસને થઈ હતી. વિયેતનામમાં લગભગ ૩૦૦, થાઈલેન્ડમાં ૪૨ અને લાઓસમાં ચાર લોકોના મોત થયા છે.
આ દરમિયાન ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ સતપુડા દ્રારા ૧૦ ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય મ્યાનમારને મોકલવામાં આવી છે. ભારતીય વાયુસેનાના –૧૭ લશ્કરી પરિવહન વિમાને લાઓસ માટે ૧૦ ટન રાહત સામગ્રી એરલિટ કરી છે, યારે ૩૫ ટન સહાય વિયેતનામ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech