રાજકોટ મહાપાલિકાની એસ્ટેટ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીપી પ્લોટ્સમાં ફટાકડા તેમજ અન્ય સીઝનલ ચીજ વસ્તુઓ વેંચાણ માટે કુલ 34 સ્ટોલનું નિમર્ણિ કરી તેની દેશી પધ્ધતિ મુજબ બોલી લગાવી હરાજી કરાઇ હતી. 34માંથી કુલ 21 સ્ટોલ ની હરાજી થતા રૂ.5.58 લાખની આવક થયાનું જાહેર કરાયું છે. હવે બાકી રહેતા 13 સ્ટોલનું શું થશે તેના ઉપર ધંધાર્થીઓની મીટ મંડાઇ છે. પડતર રહેલા સ્ટોલ જો અપસેટ પ્રાઇસથી કે તેનાથી સસ્તા ભાવથી અપાશે તો ભવિષ્યમાં ક્યારેય કોઈ હરરાજીમાં ન આવે તેવી સ્થિતિ સર્જાઇ તેમ હોય હવે આ પડતર રહેલા સ્ટોલ ભાડે નહીં આપવા વિચારણા ચાલી રહી છે ત્યારે શું થશે તે જોવાનું રહેશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની એસ્ટેટ બ્રાન્ચના મેનેજરએ જણાવ્યું હતું કે, નાનામવા સર્કલ, સાધુ વાસવાણી રોડ રાજ પેલેસ સામેના પ્લોટ તથા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં આવેલ પ્લોટ તથા સાધુ વાસવાણી રોડ શાક માર્કેટ સામે આવેલ તથા રાજનગર મેઈન રોડ, ધરતી હોન્ડાની સામે આવેલ પ્લોટ તથા ટી.પી.નં.26(મવડી), એફ.પી.નં.4/એ, સુવર્ણભૂમિની બાજુમાં આવેલ તથા ટી.પી.નં.16(રૈયા), એફ.પી.નં.42/એ નંદ હાઈટસની બાજુમાં આવેલ તથા અમીન માર્ગ કોર્નર, ઝેડ-બ્લૂની સામે આવેલ પ્લોટ મળીને કુલ-8 ટી.પી પ્લોટસમાં તા.22 થી તા.31 સુધીના 10 દિવસ માટે દિવાળી તહેવાર નિમિતે ફટાકડાના વ્યવસાય તથા સીઝનેબલ વ્યવસાય માટે સ્ટોલ ફાળવવાની જાહેર હરરાજી ગઇકાલે તા.18ના રોજ સાંજે 4 કલાકે ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન ઓફિસ, કોન્ફરન્સ રૂમ, ખાતે હરરાજી કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક સ્ટોલની સાઇઝ 30 ફુટ 15 ફુટ રાખવામાં આવી હતી અને કુલ 34 સ્ટોલ પૈકી 21 સ્ટોલ માટે અરજદારો દ્વારા ભાવ બોલવામાં આવેલ જે અન્વયે રાજકોટ મહાપાલિકાને કુલ રૂ.5,38,000ની આવક થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech