કેસની મળતી વિગત મુજબ મોટા મવા સ્મશાન પાસેના એક વિસ્તારમાંથી 181 મહિલા અભયમ હેલ્પ લાઈનમાં ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, એક મહિલા અહીં કેટલાક સમયથી બેઠી છે અને પોતાની બહેનના ઘરે જવું હોય પરંતુ સરનામું ભૂલી ગઈ છે અને વ્યથિત પણ લાગી રહી છે. આથી તેને મદદની જરૂર છે. ફોન કોલના આધારે 181ની ટીમના કાઉન્સિલર શીતલ સરવૈયા અને કોન્સ્ટેબલ જાનવીબેન ચોલીયા સ્થળ પર પહોંચી ગભરાયેલી પરિણીતાને સાંત્વના આપી હતી. કાઉન્સિલીંગ કરતા પરિણીતાએ જણાવ્યું હતું કે, પોતે મૂળ નેપાળના વતની છે અને વર્ષોથી રાજકોટમાં રહીએ છીએ. પતિને ફાસ્ટફૂડની લારી છે. કેટલાક દિવસ પહેલા પતિના ઇન્સ્ટાચેટમાં અન્ય સ્ત્રીના ફોટા જોઈ જતા તેણે ડીલીટ કરી નાખ્યા હતા અને આ બાબતે પૂછતાં સરખો જવાબ આપ્યો નહતો અને ઝગડો કરવા લાગ્યા હતા. બંને વચ્ચે ઝગડો વધી જતા કંટાળી ઘર છોડીને મારી બહેન રાજકોટમાં રહે છે ત્યાં જવા નીકળી ગઈ હતી. પરંતુ સરનામું ખબર ન હોવાથી ભૂલી પડી ગઈ છું. માત્ર ફોન નંબર છે મારી પાસે, પરિણીતાની વાત સાંભળી 181ની ટીમે ફોન કરી રાજકોટમાં રહેતા તેણીના બહેનનો સંપર્ક કરી તેના ઘરે સુરક્ષિત પહોંચાડી તેના પતિને પણ બોલાવી કાયદાકીય બાબતોથી વાકેફ કરી પરિણીતાને પણ સમજાવી હતી.પરિવારજનોએ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.
લગ્નની જીદ કરતી સગીરાના પરિવારની મદદે આવી અભયમ ટીમ
શહેરના કાલાવડ રોડ પર એક સોસાયટીમાં રહેતા પરિવારની 17 વર્ષીય પુત્રીને સોશિયલ મીડિયામાં તેના જ સમાજના યુવક સાથે મિત્રતા થયા બાદ વાતચીત દરમિયાન પ્રેમ સંબંધ બંધાતા સગીરાએ લગ્નની જીદ પકડી હતી. અને આ બાબતે તેણીના પરિવારને ખબર પડતા આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. આથી ચિંતિત પરિવારએ 181 અભયમ હેલ્પ લાઈનમાં ફોન કરતા કાઉન્સિલર બીના ગોહિલ અને ટિમ સગીરાના ઘરે પહોંચી સગીરાનું કાઉન્સિલિંગ કરતા સગીરાને એ યુવક સાથે જ લગ્ન કરવા છે ટેબી જીદ પકડતા કાઉન્સિલર દ્વારા તેને કાયદાકીય રીતે માર્ગદર્શન આપી સમજાવી હતી કે, લગ્ન કરવા માટે પોતાની ઉંમર પુખ્ત ન હોય આથી પુખ્ત થયા બાદ પોતે લગ્ન કરી શકે છે. પરિવારે પણ પુખ્ય થયા બાદ લગ્ન કરાવી આપવાની હા પાડી હતી. સગીરાને હાલ અભ્યાસમાં આપવા અને કારકિર્દી બનાવવામા ધ્યાન આપવાનું જણાવાયું હતું. અભયમ ટીમના કુશળ કાઉન્સિલિગ બાદ સગીરાએ હવે પછી ક્યારેય આત્મહત્યા કરવાનો પ્રયાસ નહીં કરે તથા અભ્યાસમા ધ્યાન આપવા ખાત્રી આપી હતી. 181 ટીમનો સગીરા અને પરિવારજનોએ આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાના સૂર્યનારાયણ દેવ-રાંદલ માતાજીના મંદિરે ધાર્મિક આયોજન
May 19, 2025 10:29 AMયુએસના મધ્યપશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં ભયંકર વાવાઝોડુ ત્રાટક્યું, 27ના મોત
May 19, 2025 10:24 AMઆર્થિક ભીંસના કારણે વ્યથિત મહિલાએ જિંદગી ટૂંકાવી: ખંભાળિયાનો બનાવ
May 19, 2025 10:23 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech