રશિયાના મોટા હત્પમલાને નિષ્ફળ બનાવવા જતા યુક્રેનનું એફ–૧૬ ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. જેમાં યુક્રેનના ટોચના પાયલોટનું મોત થયું હતું. એક સૈન્ય નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રશિયાએ યુક્રેન પર મોટો મિસાઇલ અને ડ્રોન હત્પમલો કર્યેા હતો.જો કે એફ–૧૬ એ ઉચ્ચ કાર્યક્ષમતા દર્શાવી હતી અને ચાર રશિયન ક્રુઝ મિસાઇલોને તોડી પાડી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લયની નજીક પહોંચતી વખતે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું કે પ્લેન ક્રેશ થયું અને પાઇલટનું મોત થયું.
ગયા મહિનાના અંતમાં યુએસ નિર્મિત એફ–૧૬ એરક્રાટની ડિલિવરી બાદ આ પહેલી ખોટ છે. યુક્રેનને પશ્ચિમી સહયોગીઓ પાસેથી ઓછામાં ઓછા ૬ ફાઈટર એરક્રાટ મળ્યા હતા. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે અકસ્માતની તપાસ શ કરી છે.યુક્રેનિયન એરફોર્સે ક્રેશમાં માર્યા ગયેલા પાયલટની ઓળખ કર્નલ એલેકસી 'મૂનફિશ' તરીકે કરી હતી, જેમણે 'યુક્રેનિયનોને ઘાતક રશિયન મિસાઇલોથી બચાવવા માટે પોતાનો જીવ આપ્યો હતો.' પાઇલટનું મોત યુક્રેન માટે મોટો આઘાત છે. એફ–૧૬ ઉડાવવા માટે પ્રશિક્ષિત કેટલાક ટોચના પાઇલટસમાં મૂનફિશનો સમાવેશ થાય છે.
રોયટર્સે યુએસ સંરક્ષણ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે સોમવારના ક્રેશ રશિયન હત્પમલાનું પરિણામ હોય તેવું લાગતું નથી. પાયલોટની ભૂલથી લઈને યાંત્રિક નિષ્ફળતા સુધીના ક્રેશના સંભવિત કારણો તપાસ હેઠળ છે.એફ–૧૬ ફાઈટર પ્લેન ક્રેશ થવું એ યુક્રેન માટે મોટો ઝટકો છે. રશિયન આક્રમણ સામેની લડાઈમાં યુક્રેન માટે ફાઈટર જેટનું સંપાદન એક સીમાચિ઼પ હતું. લશ્કરી વિશ્લેષકોએ જણાવ્યું છે કે એફ–૧૬ની નાની સંખ્યા નોંધપાત્ર છે. જો કે, આ સંઘર્ષમાં કોઈ વળાંક આવે તેવી શકયતા નથી
યુક્રેનને હજુ મોટી સંખ્યામાં ફાઈટર પ્લેનની જરૂર
રશિયન હત્પમલા બાદથી, કિવ તેના નાના અને વૃદ્ધ સોવિયેત કાફલાને મજબૂત કરવા સાથી દેશો પાસેથી આધુનિક જેટ એરક્રાટની માંગ કરી રહ્યું છે. કિવના અધિકારીઓનું કહેવું છે કે રશિયન એર પાવરને બેઅસર કરવા માટે યુક્રેનને ઓછામાં ઓછા ૧૩૦ એફ–૧૬ ફાઈટર પ્લેનની જર છે.યુક્રેન હજુ પણ સોવિયેત યુગના યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech