ખંભાળિયા પંથકમાં સાત જુગારીઓ ઝબ્બે
ભાણવડ તાલુકાના કલ્યાણપુર તાલુકાના ઝાપા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે મધ્યરાત્રિના સમયે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા પાલા વીરા કેસરિયા, રમેશ ચના કરંગીયા, ભુપત નારાયણ ચાવડા, જગા કારૂ કેસરિયા, રામા નારણ કરમુર અને લખુ નગા ડાંગર નામના છ શખ્સોને ઝડપી લઈ, પોલીસે કુલ રૂપિયા 10,310 નો મુદામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે આંબલીયારા ગામમાં આવેલા એક મંદિરની બાજુમાં બેસીને મોડી રાત્રીના સમયે જુગાર રમતા ભરત હમીર ડોડવાડીયા, પરબત ચકા ચૌહાણ, માલદે રામા મેરાણી, રોહિત ભરત લિબંડ અને નીતિન ઉકા મેરાણી નામના પાંચ શખ્સોને રૂપિયા 10,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયા તાલુકાના પરોડિયા ગામે મધ્યરાત્રીના એક વાગ્યાના સમયે ચણિયારાની બાજુમાં બેસીને રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા હમીર આલા મસુરા, દેશુર લખમણ મસુરા, પરબત નાથા ભાચકન, લખુ સામત મસુરા, માણસુર લાખા મસુરા, કિશન નારણ મસુરા અને આલા ભૂલા જામ નામના સાત જુગારી શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 24,130 નો મુદ્દામાલ કબજે કરી, સલાયા મરીન પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મીઠાપુર નજીક ટ્રકની અડફેટે બે મિત્રો ઇજાગ્રસ્ત
ઓખા મંડળના સુરજકરાડી પાસે ઉદ્યોગનગર ખાતે રહેતા સીદુભા સોમભા માણેક નામના 18 વર્ષના યુવાન તેના મિત્ર દિનેશને સાથે લઈને જીજે 37 કે. 6234 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે મીઠાપુર નજીકના ટાટા કંપનીના ગેઈટ પાસેથી પસાર થતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 ટી. 4627 નંબરના ટ્રકના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા બંને મિત્રોને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત સર્જીને આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે સોમભા સીદુભા માણેકની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ ચતુરસિંહ જાડેજા નામના 28 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 2,400 ની કિંમતની વિદેશી દારૂની 6 બોટલ સાથે ઝડપી લઇ, પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech