હોવાનું ઠરાવી સેશન્સ કોર્ટે મહેશ ટીલારા દ્વારા કરવામાં આવેલ બન્ને અપીલો મંજુર કરી બે વર્ષની કેદની સજા તેમજ સવા કરોડથી વધુ રકમના દંડના હુકમો રદ કરી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ચુકાદો જાહેર કરેલ હતો. જે પછી બન્ને ફરિયાદીઓ દ્વારા ફરી વખત ફરિયાદ દાખલ કરવા પરવાનગી માંગતી અરજી કરવામાં આવેલ હતી. આ અરજી ચાલવા ઉપર આવતા અગાઉ ગુન્હામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ સુચીત આરોપી મહેશ ટીલારાના એડવોકેટ તુષાર ગોકાણીએ દલીલો કરી હતી કે ફરીયાદી તરફથી ફરીયાદ પાછી દાખલ લેવા અંગે કોઈ વ્યાજબી અને પર્યાપ્ત કારણો દર્શાવવામાં આવ્યા નથી. તેમજ પ્રિમેચ્યોર ફરીયાદ ઢીલ માફીની અરજીથી નિયમિત થઈ શકે નહી, ભારતના બંધારણના અનુચ્છેદ-૨૦ મુજબ કોઈપણ વ્યકિત વિરૂધ્ધ એક જ ગુન્હા માટે એકથી વધુ વખત કાયદાકીય કાર્યવાહી ચલાવી શકાય નહી તેવી સ્પષ્ટ જોગવાઈની ભાર પૂર્વક રજૂઆતો કરેલ હતી.
બન્ને પક્ષકારોની રજૂઆતોના અંતે સ્પેશ્યલ અદાલત દ્વારા આરોપી મહેશભાઈ ટીલારાને સેશન્સ અદાલત દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ હુકમ બહાલ રહયો હતો. આ કામમાં બચાવ પક્ષે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નંદિમ ધંધુક્રિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech