રાજકોટ શહેર પોલીસની નાસતા ફરતા સ્કોડ ઝોન-૨ અને એલ.સી.બી. ઝોન-૨ની ટીમે સંયુક્ત કાર્યવાહીમાં મોટરસાયકલ ચોરીના બે અને ચીલઝડપનો એક મળી કુલ ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના બે મોટરસાયકલ સહિત કુલ રૂ.૧,૮૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે અપહરણ, રાયોટિંગ અને મારામારીના અન્ય ચાર ગુનાઓમાં નાસતા ફરતા એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે.
પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ શ્રી જગદીશ બાંગરવા સાહેબની સૂચનાથી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.કોઠીયા અને ઇ.પો.સબ ઇન્સ. જે.વી.ગોહિલની આગેવાની હેઠળ ટીમે બાતમીના આધારે રેલનગર મેઇન રોડ પાસેથી અજય માનસીંગભાઇ પરસોંડા (ઉં.વ.૨૪), સંજય ચતુરભાઇ સોલંકી (ઉં.વ.૨૩) અને જયપાલ રમેશભાઇ જોગડીયા (ઉં.વ.૨૦) નામના ત્રણ આરોપીઓને ચોરીના બે મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પ્ર.નગર પોલીસ સ્ટેશન અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરીના બે ગુના અને જામનગર સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપનો એક ગુનો કર્યાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી નંબર પ્લેટ વગરના બે મોટરસાયકલ કિંમત રૂ.૧,૮૫,૦૦૦/- જપ્ત કર્યા છે.
આ ઉપરાંત આજ ટીમે બાતમીના આધારે કુવાડવા પોલીસ સ્ટેશનના અપહરણ, રાયોટિંગ અને મારામારીના ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપી સુરેશ કેશુભાઇ ઉકેડીયાની પણ ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તમામ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એ.એસ.આઇ. આર.એન.મિયાત્રા અને અન્ય પોલીસ કર્મચારીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech