ઓખા ખાતે નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કરી દ્વારકા ખાતે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારકા ખાતે હેલીપેડથી મોટર માર્ગે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા જવા નીકળેલા વડાપ્રધાનનું માર્ગમાં ઠેરઠેર નાગરિકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
ઓખા મંડળ વિસ્તારની આગવી ઓળખ જોવા મળે એ રીતે પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે આવેલા ગ્રામીણો ઉપરાંત નગરજનો કાફલાના માર્ગમાં ગોઠવાઇ ગયા હતા. કેટલીક મહિલાઓએ તો રીતરસનો રાસગરબા શરૂ કરી દીધા હતા. કૃષ્ણભક્તિના સુગમ સંગીત, ઢોલ અને શરણાઇઓ સાથે ગોઠવાયેલા આ જનસમુહ વડાપ્રધાનને નીહાળવા માટે આતૂર હતા.
મોટર માર્ગ ઉપર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલા સ્ટેજ પરથી કલાકારોએ રંગરંગ તેમજ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ અભિવાદન ઝીલતી વેળાએ જનસમુહએ હર્ષનાદ કરી વડાપ્રધાનનું દ્વારકા નગરીમાં સ્વાગત કર્યું હતું. મોટર માર્ગ જય દ્વારકાધીશના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.
દ્વારકા હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સાંસદ સી. આર. પાટીલ, રમેશભાઇ ધડુક, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી વિકાસ સહાય, કલેક્ટર જી. ટી. પંડ્યા સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનને આવકાર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application70 લાખના ચેક રિટર્ન કેસમાં સેશન્સે નિર્દોષ છોડેલા કારખાનેદાર સામે ફરી ફરિયાદની માંગણી ફગાવાઈ
April 22, 2025 02:35 PMઅહીં અરજી કરશો તો 10 વર્ષ સુધી કંઈ થશે નહીં, વળતર માટે કેસ દાખલ કરો
April 22, 2025 02:32 PMહું મર્યાદા ભૂલ્યો, બ્રાહ્મણો વિશે ખરાબ બોલ્યો, માફી માંગુ છુંઃ અનુરાગ કશ્યપ
April 22, 2025 02:30 PMજામનગર: દરેડ PGVCL સ્ટોરમાં ભંગારના વજનમાં કૌભાંડ મામલે અધિકારીએ વિગતો આપી
April 22, 2025 02:15 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech