આથાનો જંગી જથ્થો અને ભઠ્ઠીના સાધનો કબ્જે
દેવભુમી દ્વારકા જીલ્લા એલસીબીએ ભાણવડ નજીક બરડા ડુંગરમાં દેશી દારુના અડા પર ધોષ બોલાવી આથાનો જંગી જથ્થો અને દારુ બનાવવાના સાધનો કબ્જે કર્યા હતા, જો કે આરોપી ફરાર થઇ જતા તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભાણવડ નજીક બરડા ડુંગરમાં ધામણીનેશ, વાગડીયા નેશ સહિતમાં દેશી દારુની ભઠ્ઠી ધમધમતી હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી જીલ્લા પોલીસની ત્રણેક ટીમોએ ડુંગરમાં પહોચી કોમ્બીંગ હાથ ધર્યુ હતું જે દરમ્યાન નેશ વિસ્તારમાંથી દારુ બનાવવાનો આથો ૮૦૦ લીટર, તેમજ ૧૮૦ લીટર દારુ મળી કુલ ૫૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જો કે આ સ્થળેથી આરોપી ભુદા રાજા રબારી નાશી છુટયો હતો વધુમા પોલીસે આ જ નેશમાં પણ દારુ અંગે દરોડો પાડતા તે સ્થળેથી ૧૦૦૦ લીટર આથો મળી કુલ રુા. ૨૦૦૦નો મુદામાલ ઝડપી પાડયો હતો, આ સ્થળે આરોપી પીરા ગલ્લા રબારીી નાશી છુટતા તેને ફરાર જાહેર કરી પોલીસે શોધખોળ કરી છે.
દારુની કાર્યવાહીમાં એલસીબીના એસ.એમ. ચૌહાણ, ઇન્ચાર્જ પી.સી. સીંગરખીયા, સ્ટાફના ઇરફાનભાઇ ખીરા, જે.બ. જાડેજા, નિલેશભાઇ કારેણા, વિપુલભાઇ હેરભા, મસરીભાઇ ભારવાડીયા સહીતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેલવેની મોટી સફળતા: ઋષિકેશથી કર્ણપ્રયાગ 7 કલાકને બદલે માત્ર બે કલાકમાં પહોંચી શકાશે
April 22, 2025 03:57 PMઆ ગજબ કહેવાય... પાકિસ્તાન સરકાર કરતા ભીખારીઓ અમીર, દર વર્ષે કમાય છે 42 અબજ, જાણો કેટલા ભીખારી છે
April 22, 2025 03:44 PMરાજકોટની યુવતીએ અન્ય ધર્મના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ-સાસુનો ત્રાસ
April 22, 2025 03:21 PMસુપ્રીમ પર ફરી ભડક્યા ધનખડ કહ્યું- ક્યારેક પ્રસ્તાવના બંધારણનો ભાગ અને ક્યારેક નહીં?
April 22, 2025 03:15 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech