કચ્છની ધરતી આજે ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. સાંજે 6.55 કલાકે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં નોંધાયું હતું. જો કે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના સમાચાર મળ્યા નથી, પરંતુ આંચકાના કારણે લોકો થોડા સમય માટે ભયભીત થઈ ગયા હતા.
કચ્છ ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અને અહીં અવારનવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા રહે છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદથી આ વિસ્તારમાં ભૂકંપની ગતિવિધિઓ નોંધાતી રહી છે. તેમ છતાં, તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application225 મદરેસા, 30 મસ્જિદો, 25 દરગાહ અને 6 ઇદગાહ પર યોગી સરકારની કાર્યવાહી
May 15, 2025 10:28 AMસામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસની થઈ ઉજવણી
May 15, 2025 10:17 AMમગનો ભાવ પ્રતિ ક્વિન્ટલ બજાર ભાવ કરતા રૂ. 1910 વધુ જાહેર કરતી સરકાર
May 15, 2025 10:13 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech