ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે અને આ માટે આજથી ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. જે ખેડૂતો પોતાના મગ ટેકાના ભાવે સરકારને વેચવા માગતા હોય તેમણે તારીખ 25 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
ભારત સરકાર દ્વારા ઉનાળુ મગ પાક માટે રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રવર્તમાન સમયમાં વિવિધ માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગનો બજાર ભાવ રૂ. ૬,૭૭૨ પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહ્યો છે. આમ બજારભાવ કરતા સરકાર પ્રતિ ક્વિન્ટલ દીઠ રુ. 1,910નો વધુ ભાવ ચૂકવશે.
ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આજથી આગામી તા.૨૫ સુધીમાં ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઈ મારફતે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. આ નોધણી માટે ખેડૂતોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહી.
રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech