જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાખાબાવળને સતત બીજી વખત સર્ટિફિકેટ એનાયત
જામનગર જિલ્લામાં કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દર્દીઓને આરોગ્ય સેવાઓ અંગે વધુ સારી વ્યવસ્થા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જામનગરનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાખાબાવળને નેશનલ કવોલેટી એસયોરન્સ સ્ટન્ડડે સર્ટિફિકેટ આપવામાં આવશે.
જામનગર જિલ્લો તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરી રહ્યો છે. ત્યારે જિલ્લાના લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટીય કક્ષાનું પ્રમાણપત્ર સતત બીજી વખત એનાયત કરવામાં આવશે. આરોગ્ય સેવાને લગતી રાષ્ટ્રીયક્ષેત્રની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે અગાઉ જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી રાષ્ટીય કક્ષાએ અરજી કરવામાં આવી હતી.
આ અંતર્ગત વિવિધ માપદંડ પ્રમાણે લાખાબાવાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સર્વાંગિક મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ માપદંડમાં ઓપીડી, ઈનડોર વિભાગ, લેબરરુમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ મિશનના વિવિધ પ્રોગ્રામ તથા જનરલ એડમીનીસ્ટ્રશન, ફાઇનાન્સને લગતી વિવિધ બાબતો, દર્દીઓને આપવામાં આવતી સેવા, દર્દીઓમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીયકક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોગ્યની સેવા તથા સુવિધા બાબતે દર્દીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.
વિવિધ ચેકલીસ્ટ પ્રમાણે ચેકીંગ બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાથ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સેવા- સુવિધાની ગુણવત્તા સંબંધિત કુલ ૯૨ ટકા માકસે સાથે આ આરોગ્ય કેન્દ્રને ગચઅજ એટલે કે નેશનલ કવોલીટી એસ્યોરન્સ પ્રમાણપત્ર સતત બીજી વખત મળ્યું છે.
જેથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓ અને સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલ આ સન્માન બદલ જામનગર જીલ્લાના સીડીએચઓ એચ.એચ.ભાયા, ડો. ગુપ્તા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશ પટેલ તથા સમગ્ર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ તથા જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech