નવું જનરલ બોર્ડ બિલ્ડીંગ, ટાઉનહોલ રીનોવેશન, સાયન્સ નોલેજ પાર્ક, ભુજીયો કોઠો, હેરીટેજ ચેન, રિવરફ્રન્ટ, ફલાય ઓવર બ્રિજ, લાલપુર બાયપાસ અને હાપા ઓવરબ્રિજ તેમજ સૈનિક ભવન પાસેના ઓવરબ્રિજને હવે ઝડપથી શરુ કરવામાં આવે તે જરુરી: રણમલ તળાવ ભાગ-૨, ગાંધીનગર રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને ભૂર્ગભ ગટરના કામો તાત્કાલીક શરુ થાય તે માટે પદાધિકારીઓ જાગે
જામનગર મહાપાલિકા દ્વારા નવા વર્ષમાં અનેકવિધ યોજનાઓ શરુ કરવાનું એલાન કરવામાં આવ્યું છે, આ વખતે કોઇ ખાસ કરવેરા નાખવામાં આવ્યા નથી, ૨૦૨૪-૨૫ના બજેટમાં અંદાજીત આવક ૧૧૮૭.૪૦ કરોડ બતાવે છે જયારે અંદાજીત ખર્ચ ૧૩૬૮.૭૦ કરોડ અને ઉઘડતી પુરાત ૩૬૫૧૬ કરોડ બતાવાઇ છે. શહેરમાં નવું જનરલ બોર્ડ બિલ્ડીંગ, ટાઉનહોલ રીનોવેશન, સાયન્સ નોલેજ પાર્ક, ભુજીયો કોઠો, હેરીટેજ ચેન, રિવરફ્રન્ટ, ફલાય ઓવર બ્રિજ, લાલપુર બાયપાસ અને હાપા ઓવરબ્રિજ તેમજ સૈનિક ભવન પાસેના ઓવરબ્રિજને હવે ઝડપથી શરુ કરવામાં આવે તે જરુરી તથા બ્રુક બોન્ડ પાસેનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને ભૂર્ગભ ગટરના કામો તાત્કાલીક શરુ થાય તે માટે પદાધિકારીઓ હવે જાગવાની જરુર છે ત્યારે હવે જામનગર શહેરમાં બજેટમાં દર્શાવાયેલા તમામ કામો તાત્કાલીક પુરા થાય તેવી શકયતા છે, ટ્રાન્સફર થયેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષને હવે વિશાલ હોટલની સામેના ભાગમાં તાત્કાલીક બનાવવાની જરુર છે, એટલું જ નહીં હાપા અને સમર્પણ પાસે ક્રિકેટ મેદાન અને એક ફુટબોલ મેદાન વિકસાવવાની જે વાત કરી છે તે ખુબ જ આવકારદાયક છે.
બજેટમાં દિવા સ્વપ્ન દેખાડવામાં આવ્યા છે જેમાં હાલ સમર્પણ જનરલ સર્કલ પાસે રુા.૬૫ કરોડના ખર્ચે કામ શરુ થનાર છે અને આગામી દિવસોમાં ઠેબા ચોકડી પાસે પણ ૬૦ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાશે એ પહેલા રંગમતી-નાગમતી નદીના ભાગમાં રુા.૬૦૦ કરોડના ખર્ચે સરકાર ગ્રાન્ટ આપે એટલે તરત જ રિવરફ્રન્ટ બનાવવામાં આવશે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી યોગીરાજસિંહ ગોહિલ, સીટી ઇજનેર ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાનીના માર્ગદર્શન હેઠળ જે જે કામો ચાલું છે તે ઝડપથી પૂર્ણ થાય તે જરુરી છે. રિવરફ્રન્ટના પ્રોજેકટમાં રંગમતી-નાગમતી નદીમાં શુઘ્ધીકરણનો પ્રોજેકટ પાણીના ફલોને રેગ્યુલરાઇઝડ તાત્કાલીક કરવો પડશે.
મુખ્યમંત્રીએ જે કામનું ઉદઘાટન કર્યુ છે તે લગભગ ૪૮ કરોડના ખર્ચે જામનગર શહેરના રમતવિરો માટે ગાંધીનગર મેઇન રોડ ખાતે આવેલા બ્રુક બોન્ડના મેદાનમાં અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે, આ માટે સરકારે તૈયારી બતાવી છે, ગોકળ ગાયની ગતિએ ચાલતું કામ હવે ઝડપથી બનાવવાની જરુર છે. જનરલ બોર્ડનું બિલ્ડીંગ ૬૦ ટકા થઇ ગયું છે તે તાત્કાલીક પુરુ કરો, એટલું જ નહીં હાપા પાસેનો ઓવરબ્રિજ ૬૫ ટકા થઇ ગયો છે, ભુજીયો કોઠો ૯૫ ટકા થઇ ગયો છે, ફલાય ઓવરબ્રિજ ૬૦ ટકા પૂર્ણ થયો છે તે ડીસેમ્બરમાં પુર્ણ થઇ જાય તે રીતે કામ કરવું પડશે.
જામનગરમાં નવા સ્મશાનની વાત હજુ પણ અઘ્ધરતાલ છે, જામનગર બાયપાસ વિસ્તારમાં આ નવું સ્મશાન બનાવવાની જાહેરાત કરી છે, હાપા વિસ્તારમાં પ્લોટ નં.૬૫માં ફુટબોલ મેદાન અને હોટલ વિશાલની પાછળ અંદાજે ૨૨ હજાર ચો.મી.માં આધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા માટેનું આયોજન બજેટમાં દર્શાવાયું છે. મહત્વના કામમાં બેડી મરીનથી વાલસુરા રોડને નેકલેશ રોડ, યોગ સ્ટુડીયો, બે ડીઝીટલ લાયબ્રેરી, તળાવની પાળે સાયન્સ ભવન વર્ષોથી માંગણી છે તે રાત્રી બજાર શરુ કરવા માટે પદાધિકારીઓએ હા પાડી છે, શહેરમાં ત્રણ નવા દાદા-દાદી ગાર્ડન વિકસાવવાની વાત છે, અનેક વખત જાહેરાત થયા બાદ પણ હજુ સુધી રુા.૨ કરોડના ખર્ચે માંડવી ટાવર રેસ્ટોરેશનનું કામ શરુ થયું નથી.
રણમલ તળાવ ભાગ-૨ યોજના જો આ વર્ષમાં શરુ થઇ જશે તો જામનગર મહાપાલિકાના મહત્વના પ્રોજેકટ તરીકે તેને વિસકવાશે, ખાસ કરીને ગુજરીબજાર અંગેની જગ્યા વિશે અમે વિચારીશું, ફાયર શાખા માટે દોઢ કરોડની મશીનરી વિકસાવવામાં આવશે, ખાસ કરીને ટીપી-ડીપી શાખા દ્વારા સરકારમાં ૧૩ ટીપી સ્કીમ મોકલવામાં આવી છે જે મંજુર થઇ ગઇ છે જેનું અમલીકરણ કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે, શહેરમાં જેમ બને તેમ ઝડપથી વધુ ઇલેકટ્રોનીક બસ શરુ કરવા લોકોની માંગ છે. મહાપ્રભુજીની બેઠક પાસે કરોડો રુપિયાના ખર્ચે નવું ટાગોર ભવન અને ભુગર્ભ ગટરના રુા.૨૫૬ કરોડના કામ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગોને પેવરથી મઢવાના કામ ઝડપથી શરુ થાય તે લોકો ઇચ્છી રહ્યા છે, કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓએ ખીજડીયા પ્લાન્ટથી ઠેબા ચોકડી સુધી રુા.૨૯.૮૨ કરોડના ખર્ચે પાઇપ નાખવા માટે જે આયોજન કરાયું છે તેનો ત્વરીત અમલ કરવો જોઇએ.
કોર્પોરેશન દ્વારા કેટલીક વખત મોટી-મોટી વાતો કરીને નવા પ્રોજેકટ બનાવવાની વાતો કરે છે, રુા.૨.૮૫ કરોડના ખર્ચે ગાર્ડન માટેની જગ્યા રાખવામાં આવી છે, અનેક વિકાસ કામોની મહત્વની જાહેરાત કરાઇ છે તેમાં કેટલા વિકાસ કામો ઝડપથી શરુ થાય છે તે જોવાની જરુર છે, ગયા વર્ષના કામો પૂર્ણ થઇ ગયા છે, ભુજીયો કોઠો ૫ ટકા બાકી છે પરંતુ કાંઇક વિઘ્ન આવે છે અને આ કામ થતાં નથી તેમ પણ લોકો કહી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMપુષ્પા-2 ફિલ્મના ટ્રેલર લોન્ચીંગમાં ઉમટી પડી જનમેદની
November 18, 2024 05:25 PMમસ્કની કંપની સાથે ઈસરો દ્વારા એડવાન્સ કોમ્યુનીકેશન સેટેલાઈટ લોન્ચ
November 18, 2024 05:24 PMશા માટે લોકો મોઢામાં એલચી રાખીને ઊંઘે છે, જાણો તેના ફાયદા
November 18, 2024 05:20 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech