સોનું 1,02,500ની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ, રાજકોટમાં સોનું એક જ દિવસમાં ત્રણ હજાર રૂપિયા ઊછળ્યું

  • April 22, 2025 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે ૯૯૭૦૦ની સપાટીએ પહોંચેલું સોનું આજે રાજકોટમાં પ્રતિ 10 ગ્રામ 1 લાખ બે હજાર પાંચસો રૂપિયાના રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયું છે. જીએસટી સહિતનો સોનાનો આ ભાવ અત્યાર સુધીનો સૌથી ઉંચો ઐતિહાસિક ભાવ છે. જયારે એમસીએક્સમાં સોનું ૧૯૦૦ રૂપિયા વધીને ૯૯૧૭૮ બોલાયું હતું. આ સાથે, સોનાના ભાવ અંગે લગાવવામાં આવી રહેલી બધી અટકળો સાચી સાબિત થઈ છે. હકીકતમાં, ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ સોના પર 1 લાખ રૂપિયાનો લક્ષ્યાંક ભાવ આપ્યો હતો. જોકે, આ માટેની અંતિમ તારીખ આ વર્ષના અંત સુધી હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ, સોનાએ તો તે પહેલાં જ જબરદસ્ત ઉછાળો લગાવી દીધો છે.


આંતરરાષ્ટ્રીય હાજર બજારમાં 3,400 ડોલર

આંતરરાષ્ટ્રીય હાજર બજારમાં, સોનાનો ભાવ 3,400 ડોલર પ્રતિ ઔંસના સ્તરને સ્પર્શ્યો અને 3,430 ડોલર ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ગોલ્ડ સેન્ટરની વેબસાઇટ મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામના સિક્કાનો ભાવ 1,01,112 રુપિયા છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ બારના ભાવ 1,01,087 રુપિયા છે.


સોનામાં આટલો વધારો કેમ થયો?

સોમવારે સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો. આનું સૌથી મોટું કારણ ડૉલરમાં વધુ ઘટાડો અને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ હુમલાને કારણે ફેડરલ રિઝર્વ સાથે વધતો વિવાદ હતો. આ સમગ્ર ઘટનાને કારણે, યુએસ શેરબજારમાં વેચવાલી વધી, જ્યારે સોનાના ભાવમાં વધારો થયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application