દિલ્હી હાઈકોર્ટે રામદેવના શરબત જેહાદ નિવેદનને અક્ષમ્ય ગણાવ્યું

  • April 22, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને રૂહ અફઝાને 'શરબત જેહાદ' કહેવા બદલ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે બાબા રામદેવનું નિવેદન અક્ષમ્ય છે અને તેનું સમર્થન કરી શકાય નહીં. આ નિવેદનને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. ત્યારબાદ, જ્યારે બપોરે ૧૨ વાગ્યે કોર્ટમાં ફરી સુનાવણી થઈ, ત્યારે બાબા રામદેવના વકીલનું વલણ નરમ પડ્યું અને તેમણે કોર્ટને કહ્યું કે મેં સલાહ આપી છે અને અમે વીડિયો દૂર કરી રહ્યા છીએ.

આના પર હાઈકોર્ટે કહ્યું, જ્યારે અમે વીડિયો જોયો, ત્યારે કાન અને આંખો પર વિશ્વાસ ન થયો. બાબા રામદેવના વકીલે કહ્યું કે અમે પહેલાથી જ વીડિયો હટાવવા માટે કહ્યું છે. આના પર કોર્ટે કહ્યું કે, સોગંદનામું દાખલ કરો.

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવના નિવેદન વિરુદ્ધ હમદર્દ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરી. કોર્ટે બાબા રામદેવના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો.

આ અંગે હમદર્દના વકીલે બીજું નિવેદન ટાંક્યું. રામદેવના વકીલે કહ્યું, મહેરબાની કરીને નિષ્પક્ષતાનો ફાયદો ન ઉઠાવો. હમદર્દના વકીલે કહ્યું કે, તે (નિવેદન) દૂર કરવું જોઈએ. અમે દાવો દાખલ કર્યો ત્યારથી, કંઈક બીજું સામે આવ્યું છે.

કોર્ટે કહ્યું કે, ભવિષ્યમાં આવું કોઈ નિવેદન, જાહેરાત કે સોશિયલ મીડિયા પોસ્ટ જારી નહીં કરો તેવું જણાવતું સોગંદનામું દાખલ કરો. સોગંદનામામાં શું કહેવું જોઈએ તે અંગે વકીલોમાં ચર્ચા થઈ. કોર્ટે કહ્યું, એક સોગંદનામું દાખલ કરો જેમાં આ બધું શામેલ હોય, અમે જોઈશું. અમે નથી ઇચ્છતા કે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવે. કોર્ટે કહ્યું કે સોગંદનામું 5 દિવસની અંદર દાખલ કરવામાં આવે. આ કેસ ૧ મે ના રોજ લિસ્ટેડ છે. અગાઉ, હાઈકોર્ટે બાબા રામદેવ દ્વારા 'શરબત જેહાદ' અંગે આપેલા નિવેદન પર સખત નારાજગી વ્યક્ત કરી હતી અને તેને અક્ષમ્ય અને કોર્ટના અંતરાત્મા માટે આઘાતજનક ગણાવ્યું હતું.

હાઈકોર્ટે કહ્યું કે, આ નિવેદન અક્ષમ્ય છે અને કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખે છે. રામદેવના નિવેદન સામે હમદર્દ લેબોરેટરીઝ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી. આ નિવેદન હમદર્દના પ્રખ્યાત ઉત્પાદન 'રૂહ અફઝા' અંગે આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application