એજન્ડાના ૩૫ જેટલા ઠરાવ સર્વાનુમતે મંજૂર
ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા ગઈકાલે સોમવારે સાંજે પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. જેમાં આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું રૂપિયા ૨૨.૪૩ કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરાયું હતું. આ સહિત કુલ ૩૫ જેટલા ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતા.
ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીને અધ્યક્ષ સ્થાને ગત સાંજે ૪ વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એજન્ડામાં દર્શાવવામાં આવેલા વિવિધ પ્રકારની ખરીદી, ઘી નદીમાંથી ગાંડી વેલના નિકાલ, પશુઓના ત્રાસને કાબુમાં લેવા માટેના એક્શન પ્લાન, રામનગરમાં ગૌશાળા માટેની જગ્યા માટેની પ્રક્રિયા, સહિતના ૩૫ જેટલા મહત્વના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેને સર્વ સંમતિથી મંજૂરી મળી હતી.
આ મહત્વની બેઠકમાં નગરપાલિકાના એકાઉન્ટન્ટ દ્વારા રજુ કરવામાં આવેલું ૨૦૨૪-૨૫ માં રૂ. ૨૨,૪૨,૭૩,૪૪૯ ની પુરાંત દર્શાવતું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેને પણ મંજુર રાખવામાં આવ્યું હતું.
આ સામાન્ય સભા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. જેનું સંચાલન કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech